Book Title: Atmsiddhi Mahabhashya Part 01 Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj Publisher: Shantaben Chimanlal Bakhda View full book textPage 7
________________ પુનર્વાચકનું મંતવ્ય તીર્થ સમ પેટરબારની એ પાવનધરા.... ગાંડલ ગચ્છ શિરોમણી, ઉર્જા પુષ, પરમ આદરણીય પૂ.બાબાજીનું વાત્સલ્ય વહાવતું સાંનિધ્ય... શાસન અરૂણોદય પૂ.શ્રી નમ્રમુનિ મ.સા. ઠા.ર તથા વિરલપ્રજ્ઞા પૂ.વીરમતીબાઈ મ. આદિ ઠા. ૬ એ ૪૦-૪૦ દિવસ સુધી માણેલો સ્વાધ્યાયનો અપૂર્વ આનંદ... આવી કલકત્તા ચાતુર્માસ માટેના વિહારની ઘડી... તે દિવસે પ્રાતઃકાલે પૂ.ગુરુદેવે અમોને સ્વાધ્યાયની મસ્તીની પરંપરાને અખંડ જાળવી રાખવા માટે જાણે આદેશ આપ્યો કે “માં ‘આત્મસિદ્ધિ મહાભાષ્ય' ગ્રંથનું મેટર તૈયાર થઈ ગયું છે. જો તમારી અનુકૂળતા હોય, તો તેનું પુનર્વાચન કરી શુદ્ધિકરણ કરી આપો.' વિહારયાત્રા કઠિન, સમયાભાવ, તેમ છતાં પૂ.ગુરુદેવના આદેશને મારા માટે કલ્યાણકારી આજ્ઞારૂપે સ્વીકારીને શિરોધાર્ય કરી લીધો. વિહાર દરમ્યાન સમય ફાળવીને વાંચનનો પ્રારંભ કર્યો. મમ શ્રદ્ધાસિંધુ તપસમ્રાટ ગુરુદેવ પૂ.શ્રી રતિલાલજી મ.સા.ની કૃપાએ તથા ભાવયોગિની ગુણીમૈયા પૂ.શ્રી લીલમબાઈ મ.ના સ્વાધ્યાયમય સાંનિધ્યે આગમભાવોની યત્કિંચિત્ સમજણ પ્રાપ્ત કરી છે, તેના આધારે એક એક ગાથાના ગહનતમ વિસ્તૃત ભાવોનું કેળવ વાંચન જ નહીં પરંતુ તેની વાસ્તવિકતાને સમજવાનો પ્રયત્ન કર્યો. જે સ્વરૂપ સમજયા વિના પામ્યો દુઃખ અનંત.. તેના ભાવો વાંચતા જ પરમાત્માની અંતિમદેશના શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની ગાથા કાવત્તડવિજ્ઞ પુરિસા સÒ તે તુવરવવા નું અનુસંધાન થયું. જયાં સુધી અવિદ્યા, સ્વરૂપનું અજ્ઞાન કે ભ્રાંતિ છે, ત્યાં સુધી સર્વ પ્રવૃત્તિઓ દુઃખ અને દુ:ખની પરંપરાનું સર્જન કરે છે. આ જ વાસ્તવિકતા છે, આ જ સત્ય છે અને આ સત્યનો સ્વીકાર તે જ સાધનાનું પ્રથમ સોપાન છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર જિનેશ્વરકથિત મોક્ષમાર્ગની સાધનાના અનુભવી સાધકના મુખમાંથી પ્રવાહિત થયેલી અજગ્નધારા છે, તેથી તેનું ગાન કરતાં પદે પદે પરમાત્મા પ્રતિ શ્રદ્ધાનો ભાવ દ્રઢતમ થાય, સાધનાનો માર્ગ સ્પષ્ટ થાય, તન – મન અને સમગ્ર જીવન તેઓશ્રીના ચરણોમાં સહેજે ઝૂકી જાય છે. સોનામાં સુગંધ ભળે તેમ સાધનાની પરિપકવતાને પામેલા, ઉચ્ચકોટિના સાધક પૂ.ગુરુદેવ પોતાની આગવી સૂઝબૂઝથી, વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં રાખીને, અનેકાંત દ્રષ્ટિથી, વ્યવહાર અને નિશ્ચયનો સમુચિત સમન્વય કરીને, એક–એક પદના ભાવોને ઉદ્દઘાટિત કરીને આત્મસિદ્ધિ શાસ્ત્રને નવો ઓપ આપ્યો છે. જયાં જયાં યોગ્ય લાગે ત્યાં વિષયના સ્પષ્ટીકરણ માટે સ્વયં પૂર્વપક્ષ ઊભો કરી ત્યાર પછી તેનો ઉત્તરપક્ષ અર્થાતુ ગાથાના ભાવોને પ્રદર્શિત કર્યો છે. આ પ્રકારની પદ્ધતિ પાઠકોને પણ અંતરના ઊંડાણમાં લઈ જાય છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 412