Book Title: Atmasiddhishastra Part 02
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 11
________________ 10 સુસંબદ્ધ અવતરણો, શ્રોતાના હૃદય સાથે સીધો સંબંધ જોડવાની કળા - આ અને આવાં અનેક કારણોથી પ્રસ્તુત ગ્રંથ આત્માર્થી જીવોને પરમકૃપાળુદેવ તથા તેઓશ્રીના આત્મહિતકારી બોધ પ્રત્યે ઉલ્લસિત પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા ઉત્પન્ન થવામાં અને એ રીતે ભક્તિવંત બનવામાં ઉત્કૃષ્ટ અવલંબનરૂપ નીવડશે. પરમકૃપાળુદેવ અને તેઓશ્રીની આ અમૃત કૃતિનું અદ્ભુત મહિમાગાન કરતાં પૂજ્યશ્રી કહે છે, “એક વખત આત્મસિદ્ધિ સમજી લીધી હશે તો ચૌદ પૂર્વના દરિયામાં તમે નાનકડી હોડી લઈ તરી શકશો. ચૌદ પૂર્વનો દરિયો તરવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર મજબૂત નૌકા છે. એવો કોઈ સિદ્ધાંત નથી કે જેની વાત આત્મસિદ્ધિમાં થઈ ન હોય.' (ગાથા-૭૦ નું વિવેચન, પૃષ્ઠ-૧૭૬) આવા અનુપમ શાસ્ત્રના અભુત અર્થ પ્રકાશનાર પ્રસ્તુત ગ્રંથમાં પ્રતિપાદિત થયેલ ભાવોનું સૌ મુમુક્ષુઓ ધોલન કરે, એ ભાવો આત્મામાં વણાઈ જાય એવો પુરુષાર્થ કરી આત્મસિદ્ધિને પામે, આત્માનંદમાં સ્થિત થાય એ જ પરમકૃપાળુદેવના શ્રીચરણોમાં પ્રાર્થના. સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” ગુરુપૂર્ણિમા, તા.૦૩-૦૭-૨૦૧૨ પૂજ્ય શ્રી રાકેશભાઈ શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંસ્થાપક તેમજ પ્રણેતા છે. તેમની નિશ્રામાં આધ્યાત્મિક સાધના સાથે માનવ સેવા, જીવદયા અને શિક્ષણાદિના ઉત્તમ સત્કાર્યો થઈ રહ્યાં છે. તેમને પ્રેમાદરપૂર્વક, ગુરુદેવ” અથવા “બાપા” તરીકે સંબોધવામાં આવે છે. દેશ-વિદેશના આત્માર્થી જીવોને આત્મકલ્યાણનો અનુપમ રાહ ચીંધતા પૂજ્યશ્રીને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ પરના શોધપ્રબંધ અર્થે મુંબઈ યુનિવર્સિટી તરફથી પી.એચ.ડી. ની પદવી એનાયત થઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 328