Book Title: Atmasiddhishastra Part 02 Author(s): Shrimad Rajchandra, Bhanuvijay Publisher: Satshrut Abhyas Vartul View full book textPage 9
________________ આમુખ પૂજ્ય શ્રી રાકેશભાઈ પરમ પુરુષ પ્રભુ સરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાનનિજ, તેને સદા પ્રણામ.” પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની અમર કૃતિ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પૂજ્યશ્રી ભાનવિજયજી મહારાજે વહાવેલ વિવેચન-વ્યાખ્યાનોના સંકલનરૂપે “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા' ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે, એને આવકારતાં અત્યંત ધર્મહર્ષ અનુભવાય છે. ગત શતાબ્દીના દિવ્ય યુગાવતાર, સમર્થ જ્યોતિર્ધર અને અનુપમ મંગળમૂર્તિ એવા પરમકૃપાળુદેવની વિરલ અધ્યાત્મપ્રતિભા, વિશિષ્ટ સાધનાબોધ તથા વિપુલ આત્મલક્ષી સાહિત્યના અવલંબને આજે પણ હજારો-લાખો જીવોનું વિધવિધ રીતે કલ્યાણ સધાઈ રહ્યું છે. આ નિષ્કારણ કરુણાસાગરે કરેલ સ્વાનુભૂતિજન્ય શાસનપ્રભાવનાના બળે વિશ્વભરમાં વધુ ને વધુ જીવો ભગવાન મહાવીરસ્વામી પ્રણીત વીતરાગ ધર્મનો મર્મ પામી રહ્યા છે. વિરલ પ્રજ્ઞાતિશય, પ્રતિભાશીલ સર્જનશક્તિ અને ઉત્કૃષ્ટ આત્મદશાના ફળસ્વરૂપે સર્જાયેલું પરમકૃપાળુદેવનું સમસ્ત સાહિત્ય જિજ્ઞાસુ જીવોને આત્મવિકાસના પથ પર દોરવા સમર્થ છે અને તેમાં પણ સર્વોત્કૃષ્ટ સ્થાને બિરાજે છે તેમની અમર કૃતિ - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. સકળ મોક્ષમાર્ગનું માત્ર ૧૪૨ ગાથાઓમાં નિદર્શન કરાવનાર આ શાસ્ત્ર પદર્શનનો સાર છે, દ્રવ્યાનુયોગનો નિષ્કર્ષ છે, સાધકનો સમગ્ર સાધનાપંથ પ્રકાશતો મહાન ઉપકારી જ્ઞાનભાનુ છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં હજારો શાસ્ત્રોનો નિચોડ સમાયો છે. એનો પ્રત્યેક શબ્દ પરમ અર્થગંભીર છે, એની પ્રત્યેક પંક્તિમાં પરમાર્થપ્રેરકતા વિલસે છે. એની પ્રત્યેક ગાથાનો બોધ મૌલિક સંયોજનાથી સુશોભિત છે. આવા આશયગંભીર શાસ્ત્રનો યથાર્થ લાભ મેળવવા એના ઊંડા અવગાહનની આવશ્કતા છે. એનો વિષય દાર્શનિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 328