Book Title: Atmasiddhishastra Part 02 Author(s): Shrimad Rajchandra, Bhanuvijay Publisher: Satshrut Abhyas Vartul View full book textPage 7
________________ મૂંઝવણો અને ભ્રાંતિઓનું પરમકૃપાળુદેવ અને પૂજ્ય ગુરુજી જેવા બે સત્પુરુષોએ સરળ, સચોટ, પ્રતીતિકર અને અપૂર્વ સમાધાન આપ્યું છે, તેથી સુશિષ્ય આત્માના અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ, ભોસ્તૃત્વ, મોક્ષ અને તેના ઉપાય વિષે નિઃશંક બની, અંતર્મુખ બની, અંતે નિર્વિકલ્પ બની અતીન્દ્રિય સ્વસંવેદના રૂપ આત્માનુભવ કરવા સમર્થ બને એ જ મંગલ કામના. શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા દ્વારા ભારે જહેમત ઉઠાવી પૂજ્ય ગુરુજીના પ્રવચનોની શબ્દશઃ હસ્તલિખિત નકલ તૈયાર કરવાના કઠિન કાર્ય પછવાડે અવશ્ય કોઈ દૈવી સંકેત હોવો જોઈએ. અમે ઋણ સ્વીકાર સહ એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. એમના દ્વારા સંકલિત “શબ્દાર્થ' અધ્યયન કર્તાને ગાથાઓ સમજવા ઉપયોગી બનશે, એ આશાએ પુસ્તકના અંતે પરિશિષ્ટમાં સમાવેલ છે. આ ગ્રંથ પ્રકાશનના ભગીરથ કાર્યમાં પ્રેમ પરિશ્રમ લઈ વિદ્વતાપૂર્ણ માર્ગદર્શન માટે સાધ્વી મહારાજ સાહેબો પૂ.સાધ્વીજી પ્રિયદર્શનાથીજી મહારાજ, પૂ.સાધ્વીજી ગુણધર્માશ્રીજી મહારાજ અને પૂ.સાધ્વીજી દિવ્યદર્શિતાશ્રીજી મહારાજને અમે સવિનય વંદન કરીએ છીએ. એમના દ્વારા લખાણોની ઝીણવટભરી ચકાસણી, ભાષાવિષયક સૂચનો અને કૌશલ્યપૂર્ણ સંશુદ્ધિ વિના આ પ્રકાશન અસંભવિત હતું. અમે ઋણસ્વીકાર સહ સર્વે પૂજ્ય સાધ્વીજી મહારાજોનો હૃદયપૂર્વક સહર્ષ આભાર માનીએ છીએ. શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્ય વિશે અને તેમાં પણ “આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવી ગહન આધ્યાત્મિક કૃતિ વિશે મુંબઈ યુનિવર્સિટીમાં વિદ્વદભોગ્ય શોધનિબંધ રજૂ કરી પી.એચ.ડી.થી સન્માનિત થનાર અસાધારણ તેજસ્વી અને પ્રતિભાસંપન્ન તત્ત્વચિંતક આત્માર્થી અને પૂ.ગુરુજીના પરમપ્રેમી પૂજ્ય રાકેશભાઈ ઝવેરી –“બાપાજી” દ્વારા પ્રાપ્ત પ્રસ્તાવના આ ગ્રંથનું ગૌરવ વધારે છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં આરાધ્ય ગુરુદેવનું ગૌરવવંતુ સ્થાન સૌના હૃદયમાં ધરાવનાર પૂજ્ય રાકેશભાઈ ઝવેરીનો કૃતજ્ઞતાપૂર્વક ઋણસ્વીકાર કરીએ છીએ. સુંદર છાપકામ માટે મુદ્રક શ્રી ધર્મેશભાઈ અને શ્રી અમરભાઈ (શાર્પ ઓફસેટ, રાજકોટ) તથા આ ગ્રંથ પ્રકાશન માટે સ્નેહ સંભાવ અને સહયોગ આપનાર સર્વેનો અમે આભાર માનીએ છીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 328