________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થોડા સમય બાદ કામિની જાગી ગઈ. તેણે જોયું કે કેક ત્યાં ન હતું. કેકાને વિગ હવે ક્ષણ માટે પણ તે સહી શકે તેમ ન હતી. તેથી કેકા...કાકા એમ આદ્ર સ્વરે બૂમ પાડવા લાગી. પરંતુ કેકાને કોઈ પત્તો જ ન હતું. રાહ જોતાં જોતાં રાત પણ પડી ગઈ. આખી રાત તરફડીને વીતાવી
પ્રભાત થતાં જ દાસીઓને લાકડાં એકઠાં કરવાને હુકમ કર્યો અને જણાવ્યું કે, પિતે અગ્નિમાં આત્મવિલેપન કરવા માગે છે. દાસીઓએ રાજાને આ બાબતની જાણ કરી. તેથી રાજા પણ ત્યાં આવી પહોંચ્યા.
“આપના આત્મવિલેપનના નિર્ણયની જાણ થતાં જ મારે આવવું પડયું છે. શા કારણથી તેમ કરી રહ્યાં છે તે જણાવશે ?'
કામિનીએ કહ્યું, “રાજન કેકા પંડિતે મને જીતી લીધી છે. પરંતુ મને છોડીને જતા રહ્યા છે. તેમને વિરહ એક પળ પણ જીરવી શકું તેમ નથી. આપ મને જીવિત રાખવા માગતા હો તે કેકાને શીધ્ર બેલા.
રાજાએ તેને ધીરજ બંધાવી અને એક અનુચરને પંડિત પાસે મોકલે. થેડી જ વારમાં કેક આવી પહોંચે.
રાજાએ કહ્યું, “પંડિત, યાદ છે મેં તમને વચન આપ્યું હતું કે તમે આ રીતે વશ કરી શકશે તે ઉપહારમાં ધન-રત્ન અને આ સુંદરી પણ આપીશ?'
તમે આ સીને જીતી ગયા છે, એની ખાત્રી મને
For Private and Personal Use Only