Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 5
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 4 નિવેદન ! શ્રી કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર, પંચાસ્તિકાય, નિયમસાર તથા અષ્ટપાહુડમાં અલિંગગ્રહણની જે ગાથા છે તે શ્રી પ્રવચનસારજી શાસ્ત્રમાં પણ છે તેથી તે ગાથા અત્યંત મહત્ત્વની છે એમ નક્કી થાય છે. તે ગાથામાં પરદ્રવ્યોથી વિભાગના સાધનભૂત જીવનું અસાધારણ લક્ષણ બતાવ્યું છે. આ ગાથા ૧૭રના “અલિંગગ્રહણ” શબ્દમાંથી શ્રી અમૃતચંદ્રાચાર્યદવે ચૈતન્યબાગમાં રમતાં રમતાં અપૂર્વ ભાવમય ૨૦ બોલ કાઢયા છે. તેના ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ વી. નિ. સં. ૨૪૭૭ માં જે અભુત, અપૂર્વ અને સૂક્ષ્મ ન્યાયયુક્ત પ્રવચનો આપેલાં તે “સદ્દગુરુ-પ્રવચન-પ્રસાદ” માં અગાઉ છપાઈ ગયાં છે. તે આ પુસ્તકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. આ પ્રવચનો દ્વારા પૂ. ગુરુદેવશ્રીએ જિજ્ઞાસુ જીવો પર મહા ઉપકાર કર્યો છે. આવાં સુંદર પ્રવચનો સદ્ધર્મપ્રેમી ભાઈશ્રી પ્રેમચંદ કેશવજી શાહના સ્મરણાર્થે, તેમના પુત્ર શ્રી અજીતભાઈ તરફથી આત્મધર્મના ગ્રાહકોને ભેટ આપવા માટે પ્રગટ કરવામાં આવ્યાં છે. તદુપરાંત સદ્ધર્મપ્રેમી શ્રી ભગવાનજી કચરાભાઈએ આ પુસ્તકની ૧OOO પ્રતિ મૂળ કિંમતે ખરીદ કરી છે. તેમ જ શ્રી કાંતિલાલભાઈ દાહોદવાળાએ આ પુસ્તકની કિંમત ઘટાડવા માટે રૂા. ૫OO આપ્યા છે તે બદલ તેમને સૌને ધન્યવાદ. શ્રી બ્ર. ગુલાબચંદભાઈએ મૂળ મેટર તપાસી આપવાનું તથા મુફ સંશોધનનું કાર્ય કરી આપેલ છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 99