________________ 24 અક્ષા માનવ જેવાં ગુણ-અવગુણવાળાં બનવાને બદલે કેવળ ગુણમય કે કેવળ દોષમય બની જવાનો સંભવ છે. “સરસ્વતીચંદ્ર', શઠરાય, દુષ્ટરાય, ખલકનંદા, કૃષ્ણકલિકા, ગુણસુંદરી વગેરે અનેક પાત્રોમાં તેમનાં નામમાં જ પ્રતિબિંબિત થતાં લક્ષણો જે વ્યક્તિરૂપે નિરૂપાયેલાં નજરે આવે છે. નવલકથાનાં નાયક અને નાયિકા પણ પોતપોતાની રીતે આદર્શરૂપનાં ( idealized) નિરૂપાયાં છે. આમ તો, કથાનો નાયક સરસ્વતીચંદ્ર યુનિવર્સિટીનું શિક્ષણ પામેલો અર્વાચીન સમયનો ત્રેવીસ–ચોવીસ વર્ષના યુવાન છે. બી. એ. થયા પછી કાયદાની ડિગ્રી મેળવીને પ્રતિષ્ઠા પામતો જતો અને સાહિત્ય અને સંસ્કારના વિષયમાં રસ લેતે પણ હૃદયમાં ઊંડે ઊડે ભગવાં ધારણું કર્યા વિના વૈરાગ્યની ભાવના સેવતો યુવાન છે. સાવકી માની ચડામણથી પિતાએ જેની સાથે તેનું વેવિશાળ થયું હતું તે કુમુદસુંદરી વિશે બે વેણ કહ્યાં, એના સ્વાર્થવિમુખ અને કુમુદસુંદરીના રૂપ અને ગુણમાં મુગ્ધ થયેલા રસિક હૃદયને આથી આઘાત લાગ્યો. પહેલાંથી જ એનો વિચાર સામાન્ય જનસમૂહમાં ભળી જઈને. સંસારના અનુભવ મેળવ્યા પછી દેશસેવાનું અથવા જનકલ્યાણનું કાર્ય કરવાને હતો. અત્યાર સુધી કેવળ વિદ્યાથી રહેલો અને અનુભવ વિનાનો સરસ્વતીચંદ્ર વેવિશાળ રદ કરવાનું લખીને ઘર છોડી ચાલ્યો જાય છે, પણ જતાં જતાં પોતાની સંપ્રત્યયાત્મક પ્રીતિનું પાત્ર બનેલી કુમુદ ઉપર પત્રમાં લખતો જાય છે: શશી જતાં પ્રિય, રમ્ય વિભાવરી, થઈ રખે જતી અંધ વિયોગથી, દિનરૂપે સુભગા બની રહે ગ્રહી કર પ્રભાકરના મન માનીતા.” –અને કુમુદ ! ગોવર્ધનરામે કુમુદના રૂ૫ અને ગુણની કલ્પનામાં distilled femininity–નીતરેલું સ્ત્રીત્વ–સર્યું છે.