Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 171
________________ ૧૬૨ અક્ષર સમાજમાં અસંસ્કારી રહેલો અને પરિચર્યાનું જ કામ કરનારો વર્ગ શુદ્ર કહેવાયા. ગીતામાં ચાતુર્વર્યની સાથે સાથે તે વર્ણન કર્મધંધાઓ–ને ઉલ્લેખ છે. કાકાસાહેબ આનુવંશિક ધંધાના પ્રશ્નનું વિવેચન કરીને આ પ્રથામાં રહેલા સમાજ-સ્વાથ્યના ગુણ ઉપર નજર ફેરવે છે. આજના વ્યક્તિ સ્વાતંત્ર્યન અને હરીફાઈ “કેપીટીટીવ સોસાયટી ના વાદો પ્રત્યે અરુચિ દર્શાવે છે. તેમનું સુત્ર છે કે કઈ પણ વ્યક્તિ કેઈ પણ ધંધો કરે તે તેણે સમાજહિતને નજર આગળ રાખીને સમાજહિત સધાય એવી રીતે જ કરવો જોઈએ. સમાન ધંધાદારી કે એક વર્ણના લેકે વચ્ચે જીવનસહકાર વિશેષ પ્રમાણમાં શક્ય છે. એક જ વર્ણમાં દીકરી પરણાવવાની પ્રથા પાછળ પણ આવી સામાજિક સંસ્થતા બળ તરીકે કામ કરે છે. જો કે વર્ણાન્તરનાં લગ્ન થાય છે તેથી અનાચાર થયો છે એમ ન જ કહેવાય એમ કાકાસાહેબ સ્પષ્ટ કરે છે. આશ્રમવ્યવસ્થામાં વાનપ્રસ્થાશ્રમ પ્રત્યે કાકાસાહેબ સામાજિક પ્રજનની દૃષ્ટિએ સાશંક છે. તેમાં કેવળ વ્યક્તિની સંન્યાસગ્રહણ માટેની પૂર્વતૈયારીનાં જ તેમને દર્શન થાય છે. પણ મને લાગે છે કે અહીં વ્યક્તિના ઉત્કર્ષ–અપકર્ષની બાબતમાં સૂગનો અતિરેક થાય છે. અને સમાજની અંગભૂત વ્યક્તિઓને અમુક સમુદાય જીવનને સંયમનિષ્ઠ બનાવવાને તત્પર બને છે તે પણ સમાજના હિતમાં સહાયરૂપ બને છે એમ માનવું વધારે ગ્ય છે. કાકાસાહેબે વાનપ્રસ્થાશ્રમ એટલે કેટલેક અંશે ખાનગી જીવનને સમેટી લઈને સાર્વજનિક સેવા કરવાને વખત એમ સૂચવ્યું છે. - આ પુસ્તકનો મોટો ભાગ ગીતાના સોળમા અધ્યાયમાં દૈવી સંપત્તિનાં લક્ષણો જે પહેલી નજરે વૈયક્તિક સંશુદ્ધિ અને સાત્વિક સંપત્તિનાં લક્ષણો મનાય છે તેનું સમાજધર્મની દષ્ટિએ અર્થદર્શને કરવામાં રોકાયો છે. જેને સંસ્કૃતિના આધારસ્તંભ કહી શકાય એવા સામાજિક ગુણની માવજત બહુ જ ખબરદારીથી કરવી પડે છે. તેથી

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206