Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 182
________________ ગ્રંથ-સમાચના ૧૭૩ કરવાની દઢતાવાળી દુર્ગા હરનાથના આદર્શનાં તેજ ફરીથી ઝીલે છે અને “એમ તો મેં સાત વરસ એમની સાથે કાઢત્યાં છે” એમ કહી હરનાથને પગે ઢગલો થઈ પડે છે. | નાટકમાં દુર્ગાનું પાત્ર જેમ આકર્ષક થયું છે તેમ કંઈક કરુણતાભર્યું હોવાથી આપણે સમભાવ માગી લે છે. તેનું મનોવિશ્લેષણ અને ભાવપરિવર્તન હરનાથ અને બિહારીનાં પાત્રોને સામસામે છેડે રાખીને કરવામાં આવ્યું છે, અને એ રીતે એ પાત્રને વિકાસ પામવાને અવકાશ અપાયો છે. હરનાથનું સ્વસ્થ, ગૌરવભય પાત્ર નાટકના અંત ભાગમાં તે આદર્શની ઉચ્ચતાને લીધે ભવ્યતાએ પહોંચે છે. બિહારી તે તરતને વિધુર થયેલો વાસનામય જીવ છે. હરનાથની પેઠે બ્રહ્મચર્યને આદર્શ સેવવાની વૃત્તિથી એ આવ્યો છે, છતાં દુર્ગાની કપરી સ્થિતિનો લાભ લેવાની લેલુપતા. સેવતો પોતાની ક્ષુદ્રતા પ્રગટ કરે છે. વસ્તુ આદિથી અંત સુધી અખલિત રહે છે. પતિપત્નીના સંવાદ સમયે બિહારીનું જાગતા. હેવું, બિહારીની પત્નીનું તાજેતરમાં મરણ, હરનાથનું અચાનક પાછા આવવું વગેરે અણધાર્યા સંજોગો વસ્તુને વેગ આપી એક સરખી રીતે વહેવામાં મદદ કરે છે. સંવાદો સ્વાભાવિક છે, પાત્રો અને તેમની પરિસ્થિતિને અનુકૂળ રીતે યોજાયા હોવાથી પાત્રવિકાસ કે પરિસ્થિતિને ઉકેલ સાધતા રહે છે.

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206