Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 204
________________ સંપટવું” અને “સમેટવું' ૧૯૫ Lit, Vol. I, p. 454) આ ઉપરાંતની ચેના ઉદા. પણ ટાંકી શકાય. વચન – વેણ, નમન – નમણ, વીતિ – વીડી, દમન – ડામણ (સંસ્કૃતમાં વિશ – વિષ્ટ, દિશ–દિષ્ટ ઈત્યાદિ શબ્દસ્વરૂપોમાં મૂર્ધન્યના સંનિધાન વિના તાલવ્યવર્ણની મૂર્ધન્યમાં વિપરિણતિ થઈ છે તે પણ નોંધવા જેવું છે) આ ઉદા. પરથી એટલું સ્વીકારવું જોઈએ કે રા. બક્ષીએ જે ઉત્સગને પિતાના પ્રમાણ તરીકે સ્વીકાર્યો છે. તે એકાન્તિક નથી, અને તેથી એ ઉત્સગને આધારે કરેલી દલીલ નિવર્ય નીવડે છે. રા. બક્ષીનો બીજો આધાર - ધાતુ શરીરની સ્વરસ્થિતિ “સમેટમાંથી “સમ્મટવું' વિકૃતિ અશકષ છે એમ દર્શાવતાં ર. બક્ષી કહે છેઃ “સમેટવું' માં “મે' સ્વરિત (accented) માં “મ” ને અન્ય વર્ણને આધાર આપવાની અપેક્ષા ઉભવતી જ નથી. મધ્યવર્તી અનુનાસિક વર્ણ અસ્વરિત હોય ત્યારે આવા આધારની અપેક્ષા ઉત્પન્ન થાય છે. આ દલીલ પર ખાસ નોંધવા જેવું છે. રા. બક્ષીએ અહીં સ્વીકારેલો ઉત્સર્ગ સ્વ. નરસિંહરાવે સ્વીકારેલા ઉત્સર્ગથી તકન ઊલટો જ છે. (સ્વ. નરસિંહરાવના મત માટે જુઓ. Guj. Lang. and Lit, Vol. I pp. 328–9) આ નાનીસૂની વિગત નથી એટલે રા. બક્ષીનું આ વિધાન પણ અતિ વિવાદગ્રસ્ત હોવાથી તેને. ઉત્સર્ગ તરીકે સ્વીકાર કરવા પહેલાં ઘણું સંશોધનની અપેક્ષા * સ્વ. ગોવર્ધનરામે “સરસ્વતીચંદ્ર” ના પહેલા ભાગમાં જ વીસ “પચીસ વાર “ડાબ” ધાતુ વાપર્યો છે. ડાબ” “દાઝ નું વિકૃત રૂ૫ છે. એ તો સવથા સ્પષ્ટ છે. એટલે આ ઉદા. પણ દંત્ય વર્ણને મૂર્ધન્ય વિકાર * મૂર્ધન્યના સંનિધાન વિના પણ થઈ શકે એમ દર્શાવે છે. આટલું કહ્યા પછી પણ આશ્ચર્ય તો રહે જ છે કે ગોવર્ધનરામ જેવા ભાષાશુદ્ધિના દઢાગ્રહી વિકાને ડાબ” એવી અ-લૌકિક જોડણી કેમ સ્વીકારી હશે ?

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206