Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 202
________________ સંપેટવું ઊર્મિ'ના ગયા કાવ્યાંકમાં (૧૯૯૨ના) “મારી' વિભાગના લેખકે “૪ર૩મી લીટીથી શરૂ થતા અંતિમ વિભાગને જે સુંદર વનિથી સંપેટથો છે...” (પાનું ૬ ) આ વાક્યોમાં સંપેટવું ધાતુનો પ્રયોગ કર્યો છે. આ ધાતુ વિશે નીચેની હકીકત રસપ્રદ નીવડશે. સપેટવું' ધાતુ કાઠિયાવાડમાં બહુ પ્રચલિત છે. “પૂરું કરવું, એકઠું કરીને ભરી લેવું,' એવા અર્થમાં, ઉદાહરણ તરીકે, “મેં કામ સંપેટી લીધું.” “કાં, ટૂંક સંપેટી લીધો ?” વગેરે. આ ધાતુની. વ્યુત્પત્તિને વિચાર કરતાં લાગે છે કે એનું મૂળ સંસ્કૃત ધાતુ પેટન્ હોય. સંવેદ્ ધાતુ ટિજા–ટા–ટ “દાબડા', “ડબો' એ અર્થવાળા નામ ઉપરથી બનેલ હોય. આ પ્રશ્ન મેં એક વેળા રા. નરસિંહરાવ સમક્ષ મૂક્યો હતો. સંપેટવું' ધાતુથી તેઓશ્રી અપરિચિત હોય એમ તે વેળા મને લાગ્યું હતું. તેઓશ્રીએ કહ્યું કે એ ધાતુની જોડણી “સમેટવું” છે-“સંપેટવું નહિ. “સમેટવું' ધાતુ ગુજરાતમાં પ્રચલિત છે. એ ધાતુ સંસ્કૃત તત (ત ઉપરથી બનેલા) ધાતુનું વિકૃત રૂપ છે. | ગુજરાતમાં સમેટવું' ધાતુને પ્રચાર જેમ નિર્વિવાદ છે તેમ સંપેટવું' ધાતુનો કાઠિયાવાડમાં પ્રચાર નિર્વિવાદ છે, અને સમેટવું' ધાતુ જેટલી જ “સંપેટવું' ધાતુની વ્યુત્પત્તિ, ઉપર જોયું તે પ્રમાણે, સાધ્ય છે. પણ આ બંને ધાતુઓનાં સ્વરૂપો એકબીજાને એટલાં મળતાં છે કે એ બંને વચ્ચે સંબંધ હોવો જોઈએ એમ લાગે છે. મને લાગે છે–આ તર્ક છે કે “સંપટવું' ધાતુ “સમેટવું' નું વધારે વિકૃતિ પામેલું રૂપ હોઈ શકે. જેમ સં. વાળ ઉપરથી પ્રા. 3 કળી (gir) દ્વારા ગુજરાતીમાં “પાંપણ” રૂપ નિષ્પન્ન થાય છે તેમ “સમેટવું – [ સંમે (સંબ?) ટવું]–સંપેટવું” એમ ઉત્તરોત્તર વિકૃતિ કાં ન થઈ હોય ? અ, ૧૩

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206