Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 192
________________ ૧૮૩ વસન્તસવમાં અસંભવદોષ ચન્દ્ર'ના અર્થમાં જ રૂઢ થયેલો છે. આમ હોવાથી સહજ પ્રશ્ન ઊઠે કે અહીં પણ “બાલચન્દ્રને રૂઢ અર્થ શા માટે ન સ્વીકારવો? જે આ રૂઢ અર્થ સ્વીકારીએ તે બાલચન્દ્ર – બીજનો ચન્દ્ર સંધ્યાકાળે પશ્ચિમમાં જ હેય-પૂર્વમાં હોઈ શકે જ નહિ, એ દેખીતું છે. આ પક્ષે રા. નરસિંહરાવે દર્શાવેલો અસંભવદેષ સિદ્ધ કરે. પણ ઉપરની ચર્ચામાં બાલચન્દ્રને રૂઢ અર્થ છોડી દઈને, “ઊગતો ચન્દ્ર” એવો અર્થ સ્વીકાર્યો છે તે અર્થ જ અહીં સંભવે છે. રૂઢ અને અહીં અવકાશ નથી. આ પંક્તિઓમાં વિલસુનું મુખ “બાલચન્દ્ર” સાથે સરખાવવામાં આવ્યું છે. સૌન્દર્યદષ્ટિ અને તેના ઉપર અવલંબી રહેલા કવિસંપ્રદાય પ્રમાણે સ્ત્રીનું મુખ પૂર્ણચન્દ્ર સાથે જ સરખાવવામાં આવ્યું હોય અને તેનાં અનેક દૃષ્ટાંત સાહિત્યમાં મળી આવશે. વળી, બીજને ચન્દ્ર પોતે પણ મહાપ્રયત્ન વડે. દેખી શકાય, તે ઈન્દ્રધનુષના આધાર તરીકે તે ભાગ્યે જ દેખાય કે મનાય. “બાલચન્દ્ર ને રૂઢ અર્થ સ્વીકારવામાં આ દેષ ઉપસ્થિત થાય. સ્ત્રીનું મુખ પૂર્ણ ચન્દ્ર સાથે જ સરખાવવામાં આવે છે એ વાત જ અહીં પણ “બાલચન્દ્રને “ઊગત ચન્દ્ર” એવો અર્થ લઈ “ પૂર્ણચન્દ્રને જ નિર્દેશ કરે છે. “બાલ૬ બીજના ચન્દ્રની વક્રતા ધ્યાન ખેંચે એવી હોય છે. આવી વક્તાને અને તનુતા (Thinness)ને અનુલક્ષીને જયદેવે સ્ત્રીની ભાલપટ્ટિકાને - ચતુથીના ચન્દ્રની ઉપમા આપી છે. उदभूतिमिच्छद्भिः सद्भिः खलु न दृश्यते । चतुर्थी चन्द्रलेखेव परस्त्रीभालपट्टिका ॥ -પ્રમાઘવમ, અંક ૭ શ્લોક ૧ સામાન્ય રીતે ભાલપ્રદેશ અષ્ટમીના ચન્દ્ર સાથે સરખાવાય છે. દાખલા તરીકે: अष्टभीचन्द्रशकलाकार ललाटदेशमुद्वन्तम् । ટૂર પેરટ કો.

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206