Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 196
________________ મહાપ્રાણ (Aspirate)ના પરાગમન વિશે | ગુજરાતી ભાષા અને સાહિત્યને ઇતિહાસ' (ભાગ ૧-૨) લખીને રા. નરસિંહરાવે ગુજરાતી ભાષાના જિજ્ઞાસુઓને અતિઋણ કર્યા છે. આ પુસ્તકમાં રહેલો વસ્તુસંભાર, ગુજરાતી ભાષાનું તલસ્પર્શી મન્થન, એ મન્થનમાંથી ઉદ્ભવતું નવનીત–ઉત્સર્ગો અને મતાન્તરોનું નિરૂપણ કરી સ્થાપેલા કે સૂચવેલા સિદ્ધાંતે-આ બધું ધ્યાનમાં લેતાં આ પુસ્તક ગુજરાતી ભાષાના અભ્યાસી માટે તો બાઈબલ જેવું જ ગણાય. આ લેખમાં, રા. નરસિંહરાવે “હ”કારના વિષયમાં જે મુદ્દાઓ નોંધ્યા છે તેમાંના એકનું નિરૂપણ કરવાનું છે, કારણ કે એ મુદ્દા વિશે રા. નરસિંહરાવને મત અન્ય વિદ્વાનોના મતથી ભિન્ન છે. ખરે, આ મુદ્દો કેવળ ગુજરાતી ભાષાને લગતા. નથી; ગુજરાતી ભાષામાં એ મુદ્દાના અસ્તિત્વ વિશે રા. નરસિંહરાવે જે કહ્યું છે તે તેણે લક્ષ્યક-ચક્ષુષ્ક રહીને જ કહ્યું છે. એ મુદ્દો કક્યાંક ક્યાંક પ્રાકૃતમાં પણ દેખાય છે અને તેનાં મૂળ તો છેક સંસ્કૃત ભાષામાં પણ દેખા દે છે એમ દર્શાવી રા. નરસિંહરાવે સંસ્કૃત અને પ્રાકૃત ઉદાહરણે ટાંકી, તેમાંથી નિષ્પન્ન થતો ઉત્સર્ગ દર્શાવ્યા છે. ઉપર્યુક્ત પુસ્તકના પહેલા ભાગના ચોથા પ્રવચનના બીજા ખંડમાં રા. નરસિંહરાવે શબ્દ-શરીરમાં થતી વિકૃતિઓ નોંધી તે ઉપરથી નિકૃષ્ટ થતા ઉત્સર્ગ બાંધ્યા છે, અને એ ઉત્સર્ગો અનેક દૃષ્ટાંત આપી સમજાવ્યા છે. પહેલો ઉત્સગ “હ કારના સ્થાનાંતર અને આગામાપાય સંબંધે છે. “હ”કારના સંચલનનું નિરૂપણ કરીને રા. નરસિંહરાવ ઉત્સગ બાંધે છે કે કોઈપણ શબદમાને

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206