Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 194
________________ શવલિની” કે “તદિની”? બોટાદકરના પાંચમા-અને છેલ્લા-કાવ્યસંગ્રહનું “નામકરણ” સ્વ. નરસિંહરાવે કર્યું છે : “નદીના અર્થને શબ્દ જ એમ હેમની (બોટાદકરની) ઈચ્છા હતી તેવી માહિતી રા. દાણ તરફથી મળી અને નામ પાડવાની માગણી પણ તેઓએ કરી, તેથી શૈવલિની' એમ નામ હે પાડી આપ્યું છે,' (પુરસ્કરણ, પાનું ૬૯). નદીના લયગર્ભ પર્યાય કર્લોલિની, સ્ત્રોતસ્વિની, નિઝરિણી અને તરંગિણું બેટાદકરે પોતે જ પૂર્વગામી કાવ્યસંગ્રહની નામયોજનામાં ઉપયોગમાં લીધા હતા. તેથી નરસિંહરાવે પિતા ઉપર પડેલી મર્યાદામાં રહીને “શૈવલિની' શબ્દ પસંદ કર્યો. એ પછી લગભગ ત્રણ વરસે એક પ્રસંગ બન્યો. ૧૯૩૨ની સાલમાં નરસિંહરાવ એમ. એ. ના વર્ગને “શૈવલિની' ને પાઠ આપતા • હતા. તા. ૬-૧૨-૩૨ ને રોજ “પનઘટ' કાવ્ય શરૂ કરતાં, એમણે આરંભની પંક્તિ વાંચી : - આજ તટિની તણું પુણ્ય પનઘટ પરે * નગર કુલનારીઓ નીર ભરતી; અને બોલી ઊઠ્યા કે આ કાવ્યસંગ્રહનું નામ “તટિની’ શા માટે નહિ? બોટાદકરનો જ વાપરેલો શબ્દ છે તે તેને પ્રયોગ કરે એ વધારે ઉચિત છે.* * *મહને ખ્યાલ હતો કે નરસિંહરાવે એ વેળા પોતાની પ્રતમાં આ મુદ્દો નોંધી લીધું હતું. હારા આ ખ્યાલની સમૂળતા-નિમૂળતા તપાસી આપવાનું બન્યુકૃત્ય રા. ભાનુશંકર વ્યાસે કરી આપ્યું. નરસિંહરાવનાં પુસ્તકે ફેબસ ગુજરાતી સભાને એનાયત કરવામાં આવ્યાં છે, ત્યાં જઈને રા. વ્યાસે નરસિંહરાવની “શૈવલિની'ની પ્રત જોઈ. તેમાં “શૈવલિની' શબ્દ આગળ “તટિની શા માટે નહિ?’ એમ નરસિંહરાવે લખ્યું છે, અને “પનઘટ” “કાવ્યમાં “તદિની” શબ્દને ચિ હનિત કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206