Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 188
________________ ચક્રવાક મિથુન ૧૭૯ નવું રસતેજ સંસારી જીવો જીરવી શકે નહિ. તેની દષ્ટિએ તે He is all fault who hath no fault at all. (Tennyson). કૈવલ્યમાંથી શબલ દશા આવે ત્યારે જ સંસાર અને સંસારી જીવન સંભવે. પણ એ કેવળ રસતેજોમય સૃષ્ટિ કરતાં જરાક પાષાણમયી” સૃષ્ટિ “ જરાક ઓછી રસતેજહીન કે સરખામણીએ રસતેજ પૂર્ણ શી રીતે હોઈ શકે? “સેહેની 'એ કરેલા આ ચરણના અર્થદર્શનમાં આ વિરોધ આવે છે અને ઉપર જોયા પ્રમાણે આ અર્થદર્શનમાં ચરણના શબ્દાર્થને વિરોધ તો છે જ. ખરું જોતાં, “પાષાણે થી જીવનક્ષમ પરિસ્થિતિ કે “દુનિયા' લક્ષિત નથી. એ શબ્દને લક્ષ્યાર્થી સમજવા માટે આપણે ચક્રવાકીની માનસસ્થિતિ અને તેના મન ઉપર થતી પરિસ્થિતિની અસર ધ્યાનમાં લેવી જોઈએ. ઊંચે ઊંચે, ઊંચે ઊડવા છતાં ચક્રવાકમિથુનની દશા તે હતી તેની તે. રહી ! “ઉદધિને રવિબિંબ હવે અડે” અને ઘડી બે ઘડીમાં અસ્ત પામશે. આટલો પ્રયાસ કર્યો તે વ્યર્થ ! દુનિયામાં કેઈ જેનાર છે ? સૂર્ય અથવા તે જેને એ અંગભૂત છે તે પ્રકૃતિ પણ એવી જડ છે કે ગોળને ખોળ સરખા ગણે ? આવી અચેતન, વિવેકશન્ય, જડ પ્રકૃતિથી વીંટાઈ રહેલી ચક્રવાકી અકળાઈ જાય છે અને પિતાના સહચરને અધીરાઈથી કહે છે: “પાષાણમાં નહિ નહિ હવે આપણે, નાથ ! રહેવું.' આ પાષાણુવત્ જડ પ્રકૃતિમાંથી છૂટીએ તો ઠીક. અકળાઈ ગયેલી ચક્રવાકીને “ અમિત એ અવકાશ” પણ પાષાણ જેવો રૂધી નાખનારો જણાય તે આકુલ હદયે ઉત્કંઠા દર્શાવે છે કે : ચાલે એવા સ્થલમહી વસે સૂર્ય જેમાં સદૈવ, આનાથી કે અધિક હદયે આદ્ર જ્યાં હોય દૈવ. વસ્તુતઃ આ પંક્તિઓમાં જ “પાષાણે ને અર્થ સૂચવવાને સમર્થ છે. આ દુનિયાથી “ જરાક ઓછી રસતેજહીન ” કહી તેમ તેણે એ “અવર દુનિયા ને “જરાક ઓછી પાષાણમયી’ નથી કહી. આમ કહી હોત તો આ પક્ષ જ સંભવ્યો હતો. પણ એમ નથી કહ્યું તેથી ઉપરને પક્ષ વિરક્ષિત છે એ અનુમાન જ ગ્ય છે. - અ.

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206