Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 187
________________ ૧૭૮ અક્ષર ત્યારે, “પાષાણને અર્થ શો ? “સેહેનીને મત તપાસીએ. ચક્રવાક જરાક પાષાણમયી, જરાક ઓછી રસતેજહીન સૃષ્ટિને માટે તલસે છે. આ કાવ્યની છેલ્લી બે કડી ઉપરની ટીકામાં જણાવ્યું છે કે “મનવાંછિત ચિત્તહારક રસતેજપૂર્ણ એક નવીન “દુનિયામાં આ સ્નેહબાલ ચક્રવાકમિથુન પૂર્ણ આગથી દાખલ થઈ જતું હોય એમ એને (કવિને ) ઘડીભર જણાય છે. આ બે નેને સમન્વય કરતાં જણાશે કે “રસતેજપૂર્ણ નવીન દુનિયા” “જરાક પાષાણમયી” હેવી જોઈએ. આનો અર્થ છે? પાષાણમયી એટલે earthly સાંસારિક જીવનને શક્ય બનાવે તેવી, એમ અર્થ વિવક્ષિત હોય એવું લાગે છે. સર્વશક્તિમાન સનાતન સૃષ્ટિક્રમ માનવજીવનની અનુકૂળતા કે સંજોગોની પરવા કર્યા વિના આગળ ધપતો રહે છે. તેથી જ નિર્દય દેખાતા એ સૃષ્ટિક્રમમાં આ ચક્રવાક મિથુનને બધું “રસસૂનું' દેખાય છે. પણ અંતે જ્યારે એ યુગલ “નવીન રસતેજ પૂર્ણ સૃષ્ટિમાં પ્રવેશ કરે છે ત્યારે જીવનક્ષમ પરિસ્થિતિનો સાક્ષાત્કાર થતાં જ “આહા! આહા ! અપર દુનિયા! ધન્ય.....” એ ઉગારે તેઓના મુખમાંથી સરી પડે છે. “સેહેની'ના મતે “પાષાણોનો આ અર્થ હોવો ઘટે. બીજી કઈ રીતે જરાક પાષાણમયી” અને “જરાક ઓછી રસતેજહીન' આ બે વિશેષણોમાં રહેલે વિરોધ ટળી શકે તેમ જણાતું નથી. પણ આ અર્થ સંતોષકારક નથી. કારણ કે જે “અવર દુનિયામાં ચક્રવાકમિથુન પ્રવેશ કરે છે તે જે “જરાક પાષાણમયી” હોય તો આ “દુનિયા’–સનાતન સૃષ્ટિક્રમ-જેમાં ચક્રવાકે સચેતન રહી શકે તેમ નથી તે સર્વથા “પાષાણહીન” એટલે જેમાં જીવન ન સંભ એવી ઉચ્ચ કોટિની હેવી જોઈએ-કેવળ રસ તેજોમય હેવી જોઈએ.૧ ૧. બીજે પક્ષે એમ પણ કહી શકાય કે “અવર દુનિયા” જરાક પાષાણમયી છે એટલે આ દુનિયા સવથા પાષાણમયી છે એમ અનુમાન થઈ શકે, અને સર્વથા પાષાણમયી હોવાથી રસતેજહીન પણ છે. ખરું જોતાં આ પક્ષ વધારે સંભવે, પણ “સેહેની એ “અવર દુનિયા” જેમ

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206