Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 185
________________ ચકવામિથુન (લેક ૨૩, પંક્તિ ૧નું અર્થદર્શન) આ રસનિર્ભર કાવ્યની સુરેખતા અને હાર્દ સમજાવતી ટીકા સેહેની 'એ લખી છે. ટીકા સમર્થ હોવા છતાં એક સ્થળે સેહેની એ કરેલા અર્થદર્શનથી ભિન્ન અર્થને અવકાશ-કે આવશ્યકતા રહે છે તે અહીં દર્શાવું છું. ' “અંધારાના પ્રલયજળથી યામિની પૂર્ણ ધોર થવા માંડે છે તે સમય “સ્નેહબાલી’ ચક્રવાકનું. મિથુન એહ ચડે આકાશમાં સ્થિતિ કરે દિનતેજ સકાશમાં. . અને “ધીમે ધીમે ગતિ કરી જત પશ્ચિમેં સૂર્ય જેમ છેડી બંને ગ્રહણ કરતાં ઉન્નત સ્થાન તેમ.” પણ, ગમે તેટલું ઊંચે ચડ્યા છતાં અને ત્યાંથી પણ એ ચક્રવાકમિથુને જોયું કે ઉદધિને રવિબિંબ હવે અડે. હવે શું કરવું ? જે વિરહ વણસાડવા માટે આટલો પ્રયત્ન કર્યો તે તો આવી ઊભો ! એ વેળા અતિ દુઃખિત થઈ નિસાસા નાખતી ચક્રવાકા કકળી ઊઠે છે. પાષાણમાં નહિ નહિ હવે આપણે, નાથે રહેવું, શાને આવું, નહિ નહિ જ, રે! આપણે નાથ ! સહેવું? ચાલે એવા સ્થળ મહિ, વસે સૂર્ય જેમાં સદૈવ, આનાથી કે અધિક હદયે આદું જ્યાં હેય દૈવ ?”

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206