Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 178
________________ ગ્રંથ-સમાલોચના ૧૬૯ માણસની વસ્તીવાળા ગામડામાં લેખકે પોતાને ગ્રામોદ્ધારને આદર્શ સિદ્ધ કરવા ત્રણ વરસ ગાળ્યાં, તે દરમિયાન ત્યાં વસતી બારિયા કામ–જેને લોકવાણીએ “ માસરાના લકે એટલે વાત છોડે મારા ભાઈ! બહુ મસ્તીખોર, ચોરીલૂંટ એનું જ કામ” એવો ચુકાદો આપી દીધું છે અને જેને ગુનેગાર કોમ ઠરાવીને સરકારે આ ચુકાદાની ઉપર પોતાની મહોર મારી હતી તે બારૈયા કોમની વચ્ચે રહી, તેમની આર્થિક અપદશા, ઘોર અજ્ઞાન, વહેમ, વ્યસન, રૂઢિ-રિવાજો, દેવાદારી વગેરે-ટૂંકમાં તેના બાહ્ય અને આંતર જીવનને જોયું તેનું અને તેને ઉનત કરવા માટે પોતે જે જે પ્રયાસો કર્યા તેના રીપોર્ટ જેવું આ પુસ્તક છે. ગ્રામસેવા કરનારને કેવી કેવી મુશ્કેલીઓ વેઠવી પડે, સૈકાઓ થયા અજ્ઞાન અને વહેમના પોપડામાં જ રૂંધાઈ ગયેલી લોકોની જીવનપ્રણાલીને મુક્ત કરવામાં, શુદ્ધ કરવામાં લોકો તરફથી જ કેવાં વિદનો ઊભાં થાય અને એવા બધા પ્રતિકૂળ સંજોગોમાં પણ ગ્રામસેવક પોતાની સાચદિલી, નિખાલસતા, દક્ષતા અને કર્તવ્યનિષ્ઠાથી તેમને વશ કરવાની કેવી શક્તિ દાખવી શકે તેને ખ્યાલ આપણને અહીં મળે છે. અને અતિશયોક્તિના ઓળા વિના જ આપેલું આપણા ગામડાનું ચિત્ર કેવું કંગાલિયતવાળું અને દયાજનક છે! પોલીસ કે તલાટીના નામમાત્રથી ભડકી ઊઠતી, ગામના વાણુઆ શાહુકારને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યા છતાં તેની જ દયા ઉપર નભતી, દારૂ અને હુકકાને ભોગ થઈ પડેલી,ભુવાઓ અને વહીવંચાઓની દભી જાળમાં ફસાઈ પડેલી, જણદીઠ સરેરાશ રોજની આવક ૧૬ પાઈ અને ખર્ચ ૨૩ પાઈવાળી–માસરાની વસ્તીનું આ ચિત્ર કેટલું કરુણ છે ! અને તે છતાં સાચી વૃત્તિવાળા દેશસેવક પોતાની જ રહેણીકરણ દ્વારા કેવળ ચોરે ઊભીને ભાષણ કરીને નહિ-આ લેકને -સમજીને, તેમને કેળવણી, જ્ઞાન અને સંસ્કાર આપવા પ્રયત્ન આદરે તે ધીરે ધીરે પણ ચોક્કસ રીતે તે કેવી સિદ્ધિ મેળવતો જાય છે એ આ પુસ્તકમાંથી આપણે જાણી શકીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206