Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 177
________________ ૧૬૮ અક્ષણ છે તે બતાવ્યું છે. પાંચ ઉપર મૂકવાને બદલે ચાર ઉપર મૂકાઈ ગયેલા એલાર્મના અવાજથી રજનલાલના ઘર કરતાં પણ મનમાં કે ક્ષોભ થાય છે, તે પોતાના ભૂતકાળનાં સ્વપ્નાંઓ સાથે વર્તમાન પરિસ્થિતિને વિસંવાદ નિહાળી ખિન્ન થાય છે–ોધે ભરાય છે, અને છેવટે જ્યારે એલાર્મ જ ખોટું મુકાયેલું એમ એને જાણ થાય છે ત્યારે આ બનાવમાં પોતાના જીવનનું સામ્ય નિહાળે છે! વાર્તામાં રંજનલાલની મનોદશાનું, ક્રોધ, તિરસ્કાર, કટાક્ષ, ઉકળાટ-આશાનિરાશા વગેરે ભાવનું–સચોટ આલેખન થયું છે અને કટાક્ષને અંશ સારા પ્રમાણમાં હોવાથી એ આલેખન જીવંત થયું છે. સ્વસ્થ વ્યવહારુ પત્નીની સામે આ આદર્શોને જીવનમાં ઉતારવા નિષ્ફળ થયેલી “. ત્રણ ડીગ્રી અને પાંચ છોકરાં” મેળવનાર પરિસ્થિતિ સામે બંડ ઉઠાવનાર રંજનલાલનું પાત્ર વધારે ઊઠી નીકળે છે. • શ્રી યંતી દલાલના નાટક “અંધારપટ માં “શૃંગને નાદ” આજના જગતમાં જે સામાજિક અવ્યવસ્થિતતા, દલિતોની દુર્દશા, જ્ઞાન અને સંસ્કારને અભાવ, રાજપુરુષોના કંઈ કંઈ સ્વાર્થ માટે યુદ્ધ ખેલ, તેમાં હોમાતી નિર્દોષ માનવતા, એ બધાંની નીચે કચડાતી વ્યક્તિ–આ અંધકારમય પરિસ્થિતિનું દર્શન કરાવે છે અને અંધકારને જ ટેવાઈ ગયેલાં, પ્રકાશથી ડરતાં, ઉન્નતિને કાજે હામ ભીડવાની હોંશ વિનાનાં હૈયાંને પડકાર કરે છે. તે ઉપરાંત શ્રી મનસુખલાલ ઝવેરી, શ્રી મુરલી ઠાકુર વગેરેના લેખો છે, પણ સમયસંકોચને લીધે એના નામનિર્દેશથી જ સંતોષ માનવો રહ્યો. “રેખા”ની એક વિશિષ્ટતા તરફ ધ્યાન ખેંચી લઉં. તેમાં આવતાં કટાક્ષચિત્રો. આપણા આ પ્રકારના માસિકમાં આ અનોખું અંગ ગણાય. મારું ગામડું”-કર્તા બબલભાઈ પ્રાણજીવનદાસ મહેતા, ગુજરાતી વિદ્યાપીઠ, અમદાવાદ. પ્રકાશક નિવેદનમાં જણાવ્યું છે કે ૧૯૩૩-૩૪માં મહાત્માજીએ જ્યારે ગ્રામસેવાની હાકલ કરી ત્યારે આ પુસ્તકના કર્તાએ એ હાકલ ઝીલી અને તે “માસર ગામમાં ગયા. એ ૯૦૦

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206