Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 173
________________ ૧૬૪ અક્ષર જીવનટમાં લખાયેલ અનુભવેના તાણાવાણુને સ્મૃતિ દ્વારા ઉકેલ દર્શાવ્યો છે. ૧૮૦ પાનાની આ નવલકથા ચાર પ્રકરણમાં વહેચાઈ છે. દ્વારકામાં પાંચ-છ વરસને રામસંગ તરભોવનદાદા પાસેથી વિદ્યા મેળવે છે. ખાંટની છોકરી સાથે એનાં લગ્ન થાય છે. વસાઈને કિટલે મરાઠાઓના આક્રમણ છતાં અણનમ જ રહ્યો છે. એ કિલ્લાને ભાંગવા માટે જતા વાઘેર યુવાનો સાથે રામસંગ પણ જાય છે. તેને જીવ. કારીગરનો જીવ છે. વસાઈના કિલ્લાને તે સુરંગ દ્વારા ઉડાવી દે છે. પણ પોતે છ મહિનાને ખાટલે પડે છે. દોઢેક વરસ પછી દ્વારકા પાછે વલે રામસંગ પોતાની પરિણીતા નોનબાઈને બીજા સાથે પરણું ગયેલી જોતાં નિરાશ થાય છે. દોઢ વરસને વાયદો કરીને આ કારીગર વલસાડ જતાં રસ્તામાં વહાણ તૂટવાથી ફિરંગીઓના વહાણમાં બચાવી લેવાય છે. ફિરંગી કપ્તાનને મહેમાન બને છે. ત્યાં કાચની બનાવટનું કામ જાણુને પાછો દ્વારકા આવે છે. ત્યાં નાનબાઈ માટે એકલે પચાસ વાઘેરો સાથે લડવા તૈયાર થાય છે અને ત્રણ ગોળા ફાડીને વાઘેરોને નસાડી મૂકે છે. પછી નાનબાઈ સાથે સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારના કામમાં સહકાર આપવા જાય છે, પણ મરાઠી રાજવીઓના કલહોને લીધે એ કાર્ય થતું નથી. ત્યાંથી રા’ લાખાજી સાથે કચ્છ જાય છે અને પહેલું કાચનું કારખાનું માધાપરમાં નાખે છે. પૂનામાં પણ તેની કારીગરીને કોઈ સાથ આપતું. નથી. ફરી પાછો તે યુરોપની સફરે ઉપડે છે. બેજીયમની કારીગરી વખાણે છે. અને અંતે કચ્છમાં આવી અવનવા હુન્નરોનાં કારખાનાં નાખે છે. એક યંત્રમાં તેની પ્રિયા નાનબાઈ અકસ્માતથી કચડાઈ જાય છે. અને વાર્તા પૂરી થાય છે. આ વાર્તાને સમય ઐતિહાસિક દૃષ્ટિએ મેગલે પછી હિંદુપતા પાદશાહી આવી ત્યાર છે. એ સમયની રાજ્યની ખટપટો અને દેશની અસ્તવ્યસ્ત સ્થિતિનું નિરૂપણ પશ્ચાભૂમિ તરીકે ઠીક કામ આપે છે. પણ તે ઉપરાંત આ વાર્તાને એતિહાસિક કહેવાનું બીજું કારણ

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206