Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 172
________________ ગ્રન્થપરિચય ૧૬૩ જ એ ગુણોને સમાજની દૈવી સંપત્તિનું નામ મળેલું છે, એવી આ ગુણોની વ્યાખ્યા કાકાસાહેબ આપે છે. અભય, સત્વસંશુદ્ધિ, ક્ષમા, આર્જવ, હી, અચાપલ, અહિંસા વગેરે ગુણોને સમાજિક વિનિયોગ શી રીતે કરાય અને સમાજને સંશુદ્ધ અને સમૃદ્ધ બનાવવામાં એની કેટલી આવશ્યકતા છે, તેનું વિવરણ બુદ્ધિપૂત અને વ્યવહારપૂત દષ્ટિથી કરાયું છે. કાકાસાહેબ શાસ્ત્રસંપન અને વ્યવહારવિ મીમાંસક છે. એમની વિષયનિરૂપણની પદ્ધતિ કઠણ કે કર્કશ નથી. વિહેતી શૈલીમાં તદ્દન સ્વાભાવિક રીતે વણાઈ જતા અલંકાર અને ઉદાહરણ દ્વારા વાચકને રોચક અને પ્રતીતિકર લાગે તેવી છે. આ સિદ્ધહસ્ત નિબંધકારની દષ્ટિની અને શૈલીની અભિજાતતા આ નાના પણ મૂલ્યવાન પુસ્તકને આગ ગુણ છે. આ પ્રેરક અને પથ્ય વિચારસભર (ગ્રંથ ?). સમાજ આચરણમાં મૂકતે થાય તે ! છેલ્લે એક નાની પણ સૂચક વાતનો ઉલ્લેખ કરી લઈએ. સામ્યવાદી પક્ષના નેતાને હાથે આગીતાધમ લખાયો છે. વ્યાસે ગણપતિ પાસે સમજ્યા વિના ન લખવું એવી શરત કરાવી હતી તેવી કોઈપણ શરત કાકાસાહેબે પણ આ ગણેશ પાસે કરાવી હતી કે ! બીજુ પુસ્તક છે ગુણવંતરાય આચાર્યકૃત નવલકથા “દરિયાસારંગ. ગુણવંતરાય આચાર્ય લોકપ્રિય વાર્તાલેખક તરીકે સારી રીતે જાણીતા છે. જૂની અતિહાસિક વાતોમાં રસ છે. “દરિયા”નું આકર્ષણ અજબ જેવું છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાગરખેડ કામો અને તેમના સાહસપ્રધાન જીવનપ્રસંગોએ એમના સર્જન માટે બહોળી સંભાર પુરે પાડ્યો છે. દરિયાસારંગ પણ આ જ પ્રકારની નવલકથા છે. લેખક કહે છે કે આ કથા એ એતિહાસિક નવલકથા જ છે, અને ઉઘાડી આંખે, ઉઘાડા કાને અને કસબદાર હાથે યુરોપની મુસાફરી કરનાર એક સાહસિક વીર મુસાફરની કથા આ પાનાંઓમાં છે આ વીર મુસાફર તે કથાનાયક રામસંગ વાઘેલો. લેખકે આખી નવલકથા રામસંગના મુખમાં જ મૂકી છે. તે પિતાના વિસ્તીર્ણ

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206