________________
४०
અક્ષર
માનસને અને તરગશીલ મોજીલી વૃત્તિને આ વ્યાખ્યા બહુ અનુકૂળ થઈ પડે એ દેખીતું છે. આ કાવ્યદષ્ટિ ઊર્મિકાવ્ય (lyrics)ના સર્જનને અનુરૂપ છે અને તેથી જ નર્મદે જુદા જુદા પ્રકારનાં ઊર્મિકાવ્યોની રચના કરી છે. નર્મદે ગુજરાતનાં ગુણગાનની, સ્વદેશપ્રેમની, ઋતુવર્ણનની જુદાં જુદાં સ્થાનના દસ્થાની, ચંદ્ર-ચાંદનીની, પ્રવાજા–વર્ણનની શૃંગારાદિ રસની અને શૌર્ય અને સાહસનું ઉધન કરતી કવિતા રચના કરી છે, અને “જુસ્સો જ કાવ્યની રચનામાં પ્રધાન છે એવી દૃષ્ટિથી પ્રેરાયેલે નર્મદ આવી ઉમિ પ્રધાન રચના કરે એમાં આશ્ચર્ય નથી. “જુસ્સા'ની કલ્પના નર્મદે વર્ડઝવર્થ વગેરે આંગ્લ કવિઓ પાસેથી મેળવી પણ તેનું સાચું સ્વરૂપ તેને સમજવામાં આવ્યું નહિ, તેથી લાગણના ઊમરાને કે આવેશને જ કાવ્યના પ્રાણ તરીકે ગણતો એ નજરે આવે છે ! તેણે પહેલું પદ રચ્યું તેની પરિસ્થિતિનું વર્ણન પણ તેની જુસ્સાની ભાવનાનું દૃષ્ટાંત બની રહે છે. લાગણીનો ઊભરે કે જુસ્સો તેના મનમાં કાવ્યના પ્રાણ તરીકે એવો વસી ગયો છે કે ઘણી વાર કાવ્યની નીચે જુસ્સામાં આવીને લખેલું” કે એવી જાતની પાદનોંધ પણ એ મૂકે છે. આ દૃષ્ટિનું પરિણામ એ આવે અને નર્મદના વિષયમાં આવ્યું પણ ખરું કે તેની કાવ્ય-કૃતિઓમાં લાગણીવેડા, છીછરાપણું, બેડેાળપણું, ડહોળાણ, બરછટપણું, પ્રમાણભાનને અભાવ અને શંગારપ્રધાન કાવ્યમાં ઔચિત્યનો ભંગ વગેરે દોષો પ્રવેશ પામ્યા. ઉત્તમ કલાની દૃષ્ટિએ નર્મદનાં કાવ્યોમાં આમ ઘણું ઊણપો છે. છતાં ગુજરાતી કવિતામાં તેણે પહેલ પ્રથમ વિષયનું વૈવિધ્ય આપ્યું, અભિનવ કાવ્યભાવના સ્વીકારી, અવનવાં વૃત્તો જ્યાં વગેરે તેની સેવાઓ ધ્યાનમાં લઈએ ત્યારે એની મહત્તા સમજાય છે. મધ્યકાલના સાહિત્યના વિષય જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને બદલે નર્મદે કાવ્યને - જીવનાભિમુખ બનાવ્યું–જીવનના અને જગતના પ્રસંગે કે ભાવને કાવ્યવિષય તરીકે સ્વીકાર્યો, તેથી જ પ્રકૃત્તિર્ણનનાં કાં ર .