Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 163
________________ ૧૫૪ અક્ષરા. નિર્દેશ પણ કર્યો છે. ત્યારપછીના ખંડમાં “જબૂસ્વામી રાસ'નું વસ્તુ, એ વસ્તુ ઉપર પુરોગામી લેખકનું ઋણ અને પ્રભાવ વગેરે વિષયોની ચર્ચા કરતાં સંપાદક નેંધે છે કે શ્રી યશોવિજયજીએ સં. ૧૭૩૮માં શ્રી “ જ બુસ્વામી બ્રહ્મગીતા' નામની ૨૯ કડીમાં વિસ્તરેલી લઘુરચના કરી હતી. તે પછી ૧૭૩૯માં આ રાસની રચના તેમણે કરી. નિરૂપણ–વિષય તરીકે એક જ વ્યક્તિનું જીવન સ્વીકારાયેલું હોવા છતાં આ બ્રહ્મગીતા અને રાસની વચ્ચે કલ્પના, અલંકાર કે તર્કની દૃષ્ટિએ બહુ સામ્ય નથી. જો કે કોઈ વિરલ દાખલામાં કલ્પના કે શબ્દનું સામ્ય નજરે આવે છે. શ્રી યશોવિજ્યજીએ “જબૂસ્વામી રાસનું વસ્તુ હેમચન્દ્રાચાર્યના “ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર”ના પરિશિષ્ટ પર્વમાં આપેલા જંબુસ્વામચરિત્ર ઉપર મુખ્યત્વે આધારિત કર્યું છે એમ વિધાન કરીને સંપાદકે વિગતવાર એ બંને કૃતિમાં સમાવાયેલા પ્રસંગોની તુલનાત્મક સમીક્ષા કરી છે. ત્યારપછી સંપાદકે આ કૃતિની સાહિત્યકૃતિ તરીકે આલોચના કરી છે. તેમાં આવતી અનેક આડકથાઓ અને તેમની સાર્થકતા, શગારરસ અને શાંતરસના આલેખન દ્વારા અંતે સંયમ અને વૈરાગ્યના વિજયનું નિરૂપણ, પ્રસંગ-આલેખન કે પાત્રનિરૂપણમાં અનેક સ્થળે વ્યક્ત થતી ઉચ્ચ કોટિની કવિપ્રતિભા, ઉપમા-ઉલ્ટેક્ષાદિક અલંકારોની સમૃદ્ધિ વગેરે ગુણપણે સ્વીકારવા યોગ્ય લક્ષણોનું યથાવકાશ અવતરણો આપીને સંપાદકે સારું નિરૂપણ કર્યું છે. આ કૃતિ શ્રી યશોવિજયજીના પોતાના હસ્તાક્ષરમાં લખેલી ઉપલબ્ધ થઈ છે. તેથી પ્રેમાનંદના સમયમાં ગુજરાતી ભાષાનું કેવું સ્વરૂપ હશે એ જાણવાનું પ્રમાણભૂત સાધન આપણને મળી રહે છે. આ કૃતિમાં પ્રમાણભૂત રીતે સચવાયેલું ભાષા-સ્વરૂપ ધ્યાનમાં લેતાં આજે ઉપલબ્ધ થતી પ્રેમાનંદ કૃતિઓની ભાષામાં કેટલી વિકૃતિઓ પેસી ગઈ છે એ સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે. શ્રી યશોવિજ્યજી વિદ્યાભ્યાસ માટે કાશી ગયા હતા. તે પછી આગ્રામાં રહ્યા હતા. ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ જૈન સાધુઓ .


Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206