________________
આવતી કાલનું ગુજરાતી વિવેચન
૭૩. સર્જનાત્મક સાહિત્યમાં એ સ્વતંત્રતાને કારણે વૈયક્તિક અને તે દ્વારા સરવાળે સામાન્ય લાક્ષણિકતાઓ કે લઢણે કે વલણોને ઉભવવાને જેટલે અવકાશ છે તેટલો અવકાશ વિવેચનાત્મક સાહિત્યમાં નથી એમ મને લાગે છે.
આપણું વિવેચનની વર્તમાન સ્થિતિ ઉપર દષ્ટિપાત કરીએ તે વિવેચનપ્રવૃત્તિની મંદતા નજરે આવે. આ વિધાન કદાચ વધારે પડતું કડક લાગવાનો સંભવ છે. પણ આ જ શતકના પૂર્વાર્ધમાં આપણી વિવેચનપ્રવૃત્તિમાં જે જેમ હતું, જે વૈવિધ્ય હતું, જે બહુશ્રુતતામાંથી જન્મતું ઊંડાણ અને સામર્થ્ય હતું અને જે ઉત્કટ નિષ્ઠા હતી તે આજે, એક હાથની આંગળીએ ગણી શકાય તેટલી અપવાદરૂપ વ્યક્તિઓને બાદ કરતાં, કયાં અને કેટલે અંશે દષ્ટિગોચર થાય છે? લીરીક, સજેકટીવ અને જેકટીવ જેવા પારિભાષિક શબ્દોની પર્યાયાજના જેવા સરખામણીએ ગૌણ પ્રશ્નોથી માંડીને “દ્વિજોત્તમ જાતિની કવિતા કઈ ? . “ વિચારપ્રધાન કવિતા”, “અપદ્યાગદ્ય' પૃથ્વી છંદની ગેયતા-અગેયતા અને પ્રવાહિતાને પ્રશ્ન, સેનેટનું સ્વરૂપ અને તેની પ્રાસજના, કવિતામાં પેથેટીક ફેલસી, સાહિત્યમાં પ્રગતિવાદ, શીલ અને સાહિત્યનો સંબંધ, આવા અનેક પ્રશ્નોના ઊહાપોહ અને ચર્ચાથી આપણી વિવેચનપ્રવૃત્તિમાં જે ક્રિયાશીલ ઉષ્મા હતી તે ધ્યાનમાં લેતાં આજની વિવેચનપ્રવૃત્તિની મંદતા વિશે કરેલું વિધાન નિમૅલ નહિ લાગે. આમ તે, ટૂંકી વાર્તા, એકાંકી અને જીવનચરિત કે આત્મકથા જેવા વધારે પ્રચલિત સાહિત્યપ્રકારનાં સ્વરૂપ અને લક્ષણો કે વિશિષ્ટતાઓ વિશે ચર્ચા અત્યારે થતી રહે છે. પ્રયોગની દષ્ટિએ નાટક વિશે પણ ઊહાપોહ અવારનવાર થતું રહે છે અને સામયિકમાં, આકાશવાણી દ્વારા અને કૃતિઓની પ્રસ્તાવનારૂપે સાહિત્યકૃતિઓની આલોચના કરાય છે. પણ મોટાભાગની આ પ્રવૃત્તિ ગ્રંથની પરિચયાત્મક નોંધ જેવી જ હોય છે. કલાના કે સાહિત્યના સિદ્ધાંતની ચર્ચા કે મૂલગામી પર્યેષણાની પ્રવૃત્તિ નહિવત્ જ થાય છે. ઉદાહરણ