________________
અર્વાચીન ગુજરાતી કવિતા-૨ઃ જીવનદર્શન સામાન્ય લક્ષણો છે. દલપત–નર્મદથી માંડી કવિતાના ઉપાસકો ઈજીવનાભિમુખ થયા હતા. પ્રાચીનની પેઠે આ લોકની આળપયાળ કે જંજાળથી સ્થાવાને બદલે જીવનનું મહત્વ સ્વીકારીને વ્યક્તિ અને સમાજનાં જીવનને સંસ્કારીને સમગ્ર જીવનની ઉત્કર્ષ–સાધના કરવાનું ધ્યેય કવિઓ સમક્ષ રહ્યું છે. અલબત્ત આ ધ્યેયની સાધનાન પ્રકારે ભિન્ન ભિન્ન રહ્યા છે. “રાહ ન્યારે એ ચાલી “સનમ'ની શોધમાં નીકળી પડેલા મસ્ત-રંગીની પ્રણાલી કે જગનિયંતાને વિશવર્તી રહી જીવનસાધના કરવાની પ્રાર્થના- સમાજની પ્રણાલી, કે અમુક વાદને આશ્રય લીધા વિના કઈ મંગલમય ઈશ્વરતત્વની ઉપાસનાની રીતિ–આમ ભિન્ન ભિન્ન રીતિએ ઈહજીવનનું, પરમ– તત્વમાં શ્રદ્ધાથી યુક્ત નિરૂપણ થયું છે. પ્રકૃતિ, પ્રેમ, લગ્ન, જન્મ, મરણ, જીવન, માનવમાં રહેલી દિવ્ય અને આસુરી સંપદ અને સમાજજીવનના પ્રશ્નો કવિતાનો વિષય બન્યા છે. આ પરમ તત્તવ જુદા જુદા કવિઓના સુચિતંત્રમાં જુદે જુદે રૂપે પ્રતિબિંબિત થયું છે. કાન્તનાં કાવ્યોમાં માનવ-જીવનને મર્યાદિત કરી દેતું અને અપ્રતિહત જણાતું તત્વ દેખાય છે, પણ જીવનની પરિસમાપ્તિ ઉન્નત સાક્ષાત્કારમાં થતી નજરે આવે છે. નરસિંહરાવે પ્રકૃતિમાં તેમ જ જીવનમાં “પરમ દિવ્ય જ્યોતિ ને જ આશ્રય શો છે. ન્હાનાલાલની દૃષ્ટિએ તો આ “વિરાટનો હિંડોળો ઝાકમઝોળ” છે. તેમાં ખૂલતા નર નારાયણ થાય એ જ જીવનની સાર્થકતા. ઠાકરના આરોહણમાં અને તે સમયનાં બીજા કેટલાંક કાવ્યોમાં પરમ તત્વ પ્રત્યે શ્રદ્ધા પ્રતીત થાય છે, પણ સમય જતાં આ તાવ. એટલું ઓસરી જાય છે કે આજે, પિતે હમણાં જ, એક સ્થળે કરેલા સૂચન પ્રમાણે તે, આ વિષયમાં તેમને આસ્થા જણાતી નથી.
સંસાર-સુધારે, સ્ત્રીકેળવણી, માનવની શક્તિઓનો વિકાસ વગેરે ભાવનાઓ તે અંગ્રેજી કાવ્યભાવનાને અનુસરીને કાવ્યમાં વ્યક્ત થતી રહેતી હતી. ૧૯૨૦ના સમય સુધીમાં પહેલું વિશ્વયુદ્ધ અને