Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 146
________________ સુંદરમનું મૃછકટિક ૧૩૭ રહેવા દઈ જતું કર્યું છે તે પણ યોગ્ય છે. છઠ્ઠા અંકમાં વીરકચંદનનો ઝઘડે સહેજે જતો કરી શકાય તેવો નથી. તેમને નાટયરસ જેવો છે તે – કેટલેક અંશે ગ્રામ્ય પણ ખરો – મૃચ્છકટિકના જુગારીઓના દશ્યના રસ જેટલે જ લેભ ઉત્પન્ન કરે તેવો છે. છતાં સુંદરમે એને જતો કર્યો તેથી એક લંબાણવાળા ગૌણ પ્રસંગને ટાળવાથી સંભવતી ઘનતા સધાઈ છે એમ સ્વીકારવું જોઈએ, મૂળના ૩૫૦ જેટલા ગ્લૅકેમાંથી વસ્તુને પુષ્ટ કરે તેવાને ગદ્યરૂપે સાચવી લઈને બીજા કાઢી નાખ્યા છે. મૃછકટિકમાં આગળ તરી આવતો દોષ હોય તો ઉક્તિઓની કે વિચારોની પુનરુતિઓ, દારિદ્રય વિશેની કે વર્ષા વિશેની કે ચાંડાલોની પોતાના ધંધા વિશેની ઉક્તિઓ નાહક લંબાઈને પડી છે તેને ટુંકાવવાથી લોકોનો મોટો ભાગ નીકળી જાય એટલે લેકીને કાઢી નાખ્યા એ આજની નાટયકલાદષ્ટિને અને નાટયવસ્તુની સુગ્રથિતતાને અનુકૂળ જ છે. છતાં શ્લોકે ન જ લેવા એવી સંજકની સૂગ વાચકને વરતાય અને તેથી કેટલેક સ્થળે શ્લોકે રાખ્યા હતા તે ભાવની તાદશતા કે ઉક્તિની ધાર સચવાઈ રહેતા એમ લાગ્યા વિના રહેતું નથી. ઉદાહરણ તરીકે, પહેલા અંકમાં શકાર વસંતસેનાનાં દસ નામો ગણાવે છે તે મૂળમાં કલેક-બદ્ધ છે. તેને શ્લેકબંધનમાં રાખ્યાં હતા તે કેવળ એક – બે – ત્રણ એમ ગણી જવાથી થતી અસર કરતાં વધારે સારી અસર થાત. બીજું ઉદાહરણ માના નાતે-એ લેકમાં ચારુદત્તના હદયમાંથી અન્યાયજનિત “આહ” નીકળે છે તે ગદ્ય સ્વાંગમાં જરાયે ઝીલાતી નથી. વાસ્તવદર્શી દષ્ટિને આ લેકબધ કૃત્રિમ લાગે તે પણ કલાદેહે રજૂ થતી વાસ્તવિકતા છવનની વાસ્તવિકતાથી ભિન્ન છે એ લક્ષમાં લઈને પણ આ પ્રયોગ કરી શકાય છે. સુંદરમે પોતે ભાવનિર્દેશ કે ભાવકનાં સૂચન માટે ગીત મૂક્યાં જ છે તો યેગ્ય લયવાળાં પદ્યને એવાં સ્થળોએ પ્રયોગ કર્યો હોત તે ક્ષતિરૂપ ન નીવડત એમ માની શકાય.

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206