________________
અક્ષરો
છે, એના અનુભવ અને સચિન્તન વચ્ચે ભેદ લુપ્તવત બની શકે છે. સામાન્ય રીતે તે સર્જક સમગ્ર અનુભવને બુદ્ધિ કે હૃદય દ્વારા ચિંતનને વિષય બનાવે છે અને આત્મા સાથે તેને યોગ સાધવા પ્રયત્ન કરે છે. એટલું તે સ્પષ્ટ છે કે ઉત્તમ કલાસર્જનમાં સમગ્ર અનુભવનું સમગ્ર ચેતના દ્વારા (બુદ્ધિ, હદય અને આત્મા દ્વારા), * ચિંતન” હોય છે અને તેથી જ એ સર્જન સત્ય, શિવ અને સુંદરના
આવિર્ભાવરૂપ બની રહે છે. ( સંસ્કૃતિ, મે ૧૯૫૯)