________________ ગુજરાતી સાહિત્યનાં બે અમર પાત્રો મઠાધીશ વિષણુદાસજીના હાથમાં હતું. આ સાધુઓ પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા શ્રીકૃષ્ણચંદ્રના ચરણમાં લીન થવા મથતા હતા. પારિભાષિક શબ્દ વાપરીએ તો લખની ઉપાસના દ્વારા, લખને ઉવેખીને નહીં, અલખ જગાવવાની સાધના કરતા હતા. અધિકાર પ્રમાણે સ્ત્રીપુરુષના. સંબંધોની બાબતમાં સાધુઓના વિભાગ પાડવામાં આવ્યા હતા. જેમ પુરુષ માટે આ સાધુજનસમાજની વ્યવસ્થા હતી, તેમ સ્ત્રીઓ માટે ચંદ્રાવલીમૈયાની દેખરેખ નીચે સાધ્વીઓની જીવનવ્યવસ્થા માટે પણ એવી જ લેજના હતી. વિષ્ણુદાસના મઠમાં આવતાં વેંત નવીનચંદ્રના ભવ્ય અને સુંદર વ્યક્તિત્વ અને કુશાગ્રબુદ્ધિ અને વિદ્વત્તાએ સાધુજનમંડળમાં પ્રભાવ પાડવા માંડ્યો. અહીં આવીને એક તરફ આ મઠની વ્યવસ્થા વગેરેથી શાંતિ અને તૃતિ અનુભવતા નવીનચંદ્ર ચન્દ્રકાન્તના કાગળો વાંચવા માંડવા અનેક મિત્રો અને ચંદ્રકાન્ત વચ્ચે, ધાર્મિક, નૈતિક, સામાજિક, સ્ત્રી-શિક્ષણ, વિવાહ-વ્યવસ્થા વગેરે વિષયો ઉપર ચાલેલી ચર્ચાથી વાસ્તવિક જગતના પ્રશ્નોને અનુભવ મેળવવા લાગ્યો. . બીજી બાજુ, ભદ્રેશ્વર જવા નીકળેલી કુમુદ બહારવટિયાઓની સાથેના ધીંગાણામાંથી તે બચી ગઈ પણ ભદ્રા નદીને કિનારે ઊભી હતી ત્યાંથી તેને નદીમાં નાખી ઉપાડી જવાના પ્રયાસને ભેગી થઈ પડી. નદીમાં તણાતી હતી ત્યાંથી ચંદ્રાવલીમૈયાના સાધ્વીમંડળે તેને બચાવી, તેને સાધ્વી આશ્રમમાં લઈ ગયા. આસપાસના પ્રદેશમાં ફરતાં ફરતાં સાધુઓની સંગાથે મરીમિયા કહેવાતી કુમુદનો ભેટો થયો. એ બંનેની હદયવૃત્તિ ભ પામી તેમનું તારામૈત્રક સાધ્વીઓએ નિહાળ્યું અને એ બંનેની પ્રીતિને પોતાના લખ–અલખ માગના વિધાનને અનુસરીને પરીક્ષા કરાવી લેવાની સૂચના કુમુદને કરી. સંસારધર્મ પ્રમાણે પતિવ્રતાપણું સેવવાનો નિર્ધાર કરી ચૂકેલી અને - નવીનચંદ્ર અત્યારે ભગવાધારી સરસ્વતીચંદ્ર હોવા છતાં એ પરપુરુષ છે તેવી બુદ્ધિ સેવતી કુમુદે આ સૂચનાને લગભગ અ-ધર્મ ગણી