Book Title: Agamoddharak Pravachan Shreni 055 to 095
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ સંસારની માયા જાળમાં ફસાએલા દરેક આત્માઓને શ્રવણ પ્રાપ્ત થ દુર્લભ છે. એવા આત્માઓને ગુરુના વિરહમાં પણ તેમની વાણીને લાભ મળે એવા શુભાશયથી, આગમના અખંડ અભ્યાસી, અનેક નગરોમાં ચતુર્વિધ શ્રી સંઘને આગમની વાચના આપનાર અનેક પ્રાચીન મહાગ્રન્થના સંપાદક, અનેક પ્રકરણના રચયિતા, શાસનના સ્તંભ સમાન ગમે તે ભોગે શા મનસિદ્ધાંતનું રક્ષણ કરનાર, પરમ ગીતાર્થ આગમેદ્ધારક પ. પૂ. આચાર્ય શ્રી આનંદસાગરસૂરિજી મહારાજાએ જ્યારે જ્યારે પ્રવચનો-વ્યાખ્યાને આપેલા હતા, ત્યારે ત્યારે મેં તેમના મોટા ભાગનાં પ્રવચનેના લગભગ શબ્દ શબ્દના અવતરણે– ઉતારા કરી સંગ્રહ કરેલા હતા. કેટલાક સાધનના અભાવે અત્યાર સુધી તેનું સંપાદન ન કરી શકાયું. પરંતુ સમ્યજ્ઞાન-ધ્યાનરસિક, નિરંતર સ્વાધ્યાય-યેગપ્રવૃત્ત સુશ્રાદ્ધવર્ય પ્રવીણચન્દ્ર અમરચંદ ઝવેરીના શુભ પ્રયાસથી ભાયખાલા મોતીશા શેઠના દહેરાસરજીના ટ્રસ્ટખાતાના જ્ઞાન-ખાતા તરફ પ્રથમ વિભાગ સંપાદન કર્યો હતે. ત્યાર પછી બીજા અને ત્રીજા વિભાગનું કાર્ય શરુ કર્યું. કેટલાક ફર્મા છપાઈ ગયા પરંતુ છાપેલા ફર્મા ગમે તે કારણે ન મળવાથી ફરી મુદ્રણ કાર્ય કરાવી આ બીજો વિભાગ તૈયાર કરાવી પ્રસિદ્ધ કરાવ્યા છે. પ્રથમ વિભાગને સારે આવકાર મળવાથી ૨, ૩જે વિભાગ પણ તિયાર કરી સંપાદન કરેલ છે. આ વિભાગમાં કયા કયા વિષયે ચર્ચાયા છે તે વિષયાનુક્રમ જેવાથી ખ્યાલ આવી જશે. તેમ જ પ્રવચનકાર માટે ઓગળના પુસ્તકમાં ઘણું લખાયું છે, વાંચીને તેમના ઊંડા જ્ઞાનને આપોઆપ ખ્યાલ આવી જશે. વળી આવા પુસ્તકના સંપાદન કાર્યો અનેક પ્રકારના આર્થિક તથા બૌદ્ધિક સહકાર વગર પાર પાડી શકાતા નથી. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષપણે જે જે કેઈએ તેમાં આર્થિક અને બીજા પ્રકારે સહકાર આપ્યો છે તેમાં સુરતમાં પ્રફરીડીંગ કરી આપનાર ગણિવર્ય શ્રીકંચનસાગરજી મહારાજ, મુનિ શ્રીમેદસાગરજી તથા આર્થિક પ્રેરક મુનિરાજ શ્રીમન્નસાગરજી મ. તથા અહીં પણ કેટલાક નાના-મોટા કાર્યોમાં સેવા આપનાર મુનિરાજ શ્રીઅમરેન્દ્રસાગરજી, મુનિ શ્રીમહાભદ્રસાગરજી, મનિ શ્રી નિર્મલા સાગરજી, મુનિશ્રી નંદીષેણસા,મુનિ શ્રીજયભદ્રસાગરજી, મુનિ શ્રીમહાસેનસાગરજી આદિનો સહકાર સ્તુત્ય છે. જૈન ઉપાશ્રય નવરોજન લી.. ઘાટકોપર મુંબઈ તા. ૨૬-૪-૭ર આ. હેમસાગરસૂરિ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 438