________________
કુલકર-કથા
૩૭
૪ કુલકર – (ઉત્તમપુરુષ ચરિત્ર-ભૂમિકા) થી ૧. ભરતક્ષેત્ર – વર્તમાન અવસર્પિણી કાળ :
૦ સાત કુલકર પરંપરા :- જંબૂદ્વીપની આ અવસર્પિણીમાં સાત કુલકર થયા. વિમલવાહન, ચક્ષુષ્માન, યશસ્વી, અભિચંદ્ર, પ્રસેનજિત, મરૂદેવ અને નાભિ.
૧-વિમલવાહન – જંબૂઢીપના ભરત ક્ષેત્રની વર્તમાન અવસર્પિણીમાં પહેલા કુલકર થયા. તેમનો જન્મ સુષમદુઃષમા કાળના અંતિમ ભાગમાં થયેલો. તેમની ઊંચાઈ ૯૦૦ ધનુષ હતી. વજsષભ સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાન હતુ, તેમના દેહનો વર્ણ નિર્મલ સુવર્ણની પ્રભા સમાન હતો. પલ્યોપમના દશમાં ભાગનું આયુષ્ય હતુ. કુલ આયુષ્યનો પહેલો દશમો ભાગ કુમારઅવસ્થામાં વીતાવેલો, છેલો દશમો ભાગ વૃદ્ધાવસ્થામાં પસાર થયો. મધ્યમના આઠ ભાગ જેટલા આયુષ્યમાં તેઓ કુલકરપણે રહ્યા. સ્વાભાવિક પાતળા એટલે કે અલ્પ રાગદ્વેષયુક્તવાળા વિમલવાહન કુલકર મૃત્યુ પામીને સુવર્ણકુમાર દેવપણે ઉત્પન્ન થયા. તેમનો પુત્ર ચકુષ્માન બીજો કુલકર થયો.
વિમલવાહન કુલકરના પત્નીનું નામ ચંદ્રયશા હતુ. તે સ્ત્રીનું આયુ, સંઘયણ અને સંસ્થાન વિમલવાહન કુલકર પ્રમાણે જ હતા. ઊંચાઈમાં તેણી થોડી ઓછી ઊંચાઈ વાળી હતી. તેણીનો દેહ નીલવર્ણનો હતો. તેણી મૃત્યુ બાદ નાગકુમાર દેવમાં ઉત્પન્ન થયેલ. વિમલવાહન કુલકરના હાથીનું આયુષ્ય કુલકર સમાન જ હતું. તે હાથી પણ મૃત્યુ પામીને નાગકુમાર દેવમાં ઉત્પન્ન થયો. વિમલવાહન કુલકર તથા હાથી બંને પૂર્વભવમાં અવરવિદેહના વણિક હતા. સરળ હતો તે કુલકર થયો માયાવી હતો તે હાથી થયો.
ત્રણ પ્રકારની દંડનીતિમાં વિમલવાહનના શાસનમાં હક્કાર નામની દંડનીતિ વર્તતી હતી. સાત પ્રકારના વૃક્ષો તે વખતે ઉપભોગમાં આવતા હતા – મત્તાંગક, ભંગ, ચિત્રાંગ, ચિત્રરસાંગ, મયંગ, અનJ, કલ્પવૃક્ષ.
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અનુસાર પંદર કુલકરોમાં વિમલવાહન કુલકરનો ક્રમ સાતમો હતો (તેમની વિશેષ કથા ત્યાં આપેલી છે)
૨ ચક્ષુષ્માન :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીમાં તે બીજા કુલકર થયા. તેમની ઊંચાઈ ૮૦૦ ધનુષ હતી. દેહનો વર્ણ નીલવર્ણ પ્રભા સમાન હતો, આયુષ્ય અસંખ્ય પૂર્વ વર્ષો હતું, મૃત્યુ પામીને તેઓ સુવર્ણકુમાર દેવપણે ઉત્પન્ન થયા તેની પત્નીનું નામ ચંદ્રકાંતા હતું. ત્રીજા યશસ્વી કુલકર તેના પુત્ર હતા. તેમના શાસનમાં હક્કાર નામક દંડનીતિ હતી.
– પૂર્વજન્મ, ઉત્પત્તિ, સંઘયણ, સંસ્થાન, કુલકરકાળ, હાથી, સ્ત્રીનો વર્ણ વગેરે સર્વે કથન વિમલવાહન કુલકર મુજબ જાણવું.
– પંદર કુલકરની ગણનામાં ચક્ષુષ્માનનો ક્રમ આઠમો છે.
૩ચશસ્વી (જસમ) :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીમાં તે ત્રીજા કુલકર થયા. તેમની ઊંચાઈ ૭૦૦ ધનુષ હતી. દેહનો વર્ણ નીલવર્ણ પ્રભા સમાન હતો. આયુષ્ય અસંખ્ય પૂર્વ વર્ષોનું હતું. પણ બીજા કુલકર કરતા ઓછું હતું. મૃત્યુ પામીને તે ઉદધિકુમાર દેવ થયા. તેની પત્નીનું નામ સુરૂપ હતુ. કુલકર અભિચંદ્ર તેનો પુત્ર થયો. તેમના શાસનકાળમાં સ્વલ્પ અપરાધ કરનાર માટે હક્કાર નામક દંડનીતિ હતી અને મહાઅપરાધ કરનાર માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org