Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
રાખીને તથા આચાર્ય મલયગિરિજી રચિત સંસ્કૃત ટીકાના આધારે અનુવાદ-વિવેચન કરવામાં આવ્યું છે.
પ્રત્યેક પદના પ્રારંભમાં પદ પરિચય આપી પ્રતિપાધ સમસ્ત વિષયોની સમીક્ષા આપવામાં આવી છે, જેથી પાઠકને અભ્યાસ પૂર્વે સમગ્ર પદનું હાર્દ ખ્યાલમાં રહે. પ્રત્યેક પદમાં સમસ્ત વિષયને સંક્ષેપમાં આવરી લેતા તેના કોષ્ટકો, રેખા ચાર્ટી અને આકૃતિઓ આપવામાં આવ્યા છે. આ સર્વની સૂચિ પણ વિષય સૂચિ સાથે પ્રારંભમાં આપી છે. કૃતજ્ઞતા : વંદન - વિ. સં. ૨૦૫૪ એટલે સૌરાષ્ટ્ર કેસરી મહામહિમ પૂજ્યપાદ દાદા ગુરુદેવ શ્રી પ્રાણગુરુદેવનું જન્મ શતાબ્દી વર્ષ. આ પાવન વર્ષને ચિર સ્મરણીય બનાવવા પ્રાણ પરિવારના સંત-સતીજીઓનો ઉત્સાહભર્યો સહિયારો પુરુષાર્થે આગમમનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ.સા, પ્રધાન સંપાદિકા મમ માતામહ ગુણીમૈયા ભાવયોગિની પૂ. બા. બ્ર. લીલમબાઈ મ.સ., સહયોગી સંપાદક, પ્રકાશક તથા દાતાઓના તત્ત્વાવધાનમાં એક પછી એક આગમોના અભિનવ સંપાદિત સંસ્કરણો પ્રકાશિત થઈ રહ્યા છે તે આગમોની શૃંખલામાં કડી રૂપે જોડાવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ભાગ-૧ જ્યારે સાકાર થઈ રહ્યો છે ત્યારે એક-એક કૃપાળુઓની કૃતજ્ઞતા સ્મૃતિ મારા હૃદયને ભીંજવતી જાય છે, આ અનુસંધાને શાસનપતિથી લઈને શ્રુતશાસન સેવકોના આશિષ, સહકાર, સંસ્કારોને તો હું કેમ વિસરી શકું !!
જિનાગમાં આત્મ સુધારણા અને આત્મપ્રાપ્તિના અમૂલ્ય દસ્તાવેજો છે. એમાં પણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર દષ્ટિવાદ સૂત્રની ‘લઘુત્તમ આવૃત્તિ' કહેવાય છે. આવા ગૂઢતમ આગમ અનુવાદનું મહત્તમ કાર્ય મારા સંવિભાગે આવ્યું અને એ કાર્ય સંપન્ન થયું, એમાં સૌ પ્રથમ ઉપકારી છે શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અને શ્રી ગણધર ભગવંતો. એમની કૃપા થકી જ મને ગળથુથીમાં શ્રુત-ચારિત્રરૂપ દ્વિધારમય જયવંતુ જિનશાસન મળ્યું.
પૂર્વજ્ઞાની શ્રી શ્યામાચાર્યનું આ સંકલન વારસામાં મળ્યું. પૂજ્યપાદ શ્રી ડુંગરજય-માણેક–પ્રાણ ગુરુસમાં ગુણનિધાન ચારિત્ર સંપન્ન મહાપુરુષોનું ઉજ્જવળ ગુરુકુળ સાંપડ્યું. તપ સમ્રાટ-તપોધની પૂ.ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ના શ્રીમુખેથી ચારિત્ર રત્ન અને વાત્સલ્ય ભરપૂર શિષ્યત્વ લાધ્યું. આવા દેવાધિદેવ, દેવ-સ્વરૂપ મહાપુરુષોના શ્રી ચરણે આસ્થાભર્યા અંતરના વંદન !!!
ગચ્છશિરોમણી..પરમદાર્શનિક અમારી અણમોલી અમાનત પૂ.બા.બ્ર. શ્રી જયંતિમુનિજી મ. સાહેબે સોનામાં સુગંધ મેળવી આ આગમને એક નૂતન અભિગમે
54