Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રથમ પદ:પ્રજ્ઞાપના
.
પત્તેયસીર:- નૈમેશં ગીતં પ્રતિ માં પ્રત્યે શરીરં રેષાં તે પ્રત્યે શરીર: જે વનસ્પતિકાયિક જીવોના શરીર પ્રત્યેકના અલગ-અલગ હોય અર્થાત્ એક શરીરમાં એક જીવ હોય તેને પ્રત્યેકશરીરી વનસ્પતિકાય કહે છે.
પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ પ્રત્યેક શરીરી છે. વનસ્પતિમાં કેટલીક વનસ્પતિ પ્રત્યેક શરીરી છે અને કેટલીક સાધારણ શરીરી હોય છે. ઘણા પ્રત્યેક શરીરી જીવોના શરીર સમૂહરૂપે જ પ્રતીત થાય છે. તેમ છતાં તે પ્રત્યેક જીવોના શરીર સ્વતંત્ર હોય છે અને તે જીવોની શરીરજન્ય ક્રિયાઓ પણ સ્વતંત્ર રીતે જ થાય છે. સૂત્રકારે બે દષ્ટાંતથી વિષયને સ્પષ્ટ કર્યો છે.
(૧) સરસવના લાડવામાં અનેક સરસવ (૨) તલસાંકળીમાં અનેક તલ; તે એક સાથે દેખાવા છતાં પણ પ્રત્યેક સરસવ કે તલ સ્વતંત્ર છે. તેમ પ્રત્યેક શરીરી જીવો પણ સ્વતંત્ર રીતે પોત-પોતાના શરીરમાં જ રહે છે પરંતુ તથા પ્રકારના કર્મના કારણે તે એકરૂપ પ્રતીત થાય છે. પ્રત્યેક વનસ્પતિના બાર પ્રકાર:(૧) વૃક્ષ :- જેમાં મૂળ, કંદ, સ્કંધ, શાખા, પ્રશાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ આદિ વનસ્પતિની દશ અવસ્થાઓ હોય છે, તેને વૃક્ષ કહે છે. વૃક્ષની ઓળખાણ તેના બીજ પરથી થાય છે. વૃક્ષના બે પ્રકાર છે. એકાસ્થિક અને બહુબીજક.
એકાસ્થિક- જે વૃક્ષના ફળમાં એક જ બીજ અર્થાત્ એક ઠળીયો હોય તે વૃક્ષને એકાસ્થિક કહે છે. યથા– આંબો, લીમડો, જાંબુ વગેરે.
બહુબીજક–જે વૃક્ષના ફળમાં બહુ બીજ હોય તે વૃક્ષને બહુબીજક કહે છે. યથા-વટવૃક્ષ, દાડમ, વગેરે.
આ બંને પ્રકારના વૃક્ષોના મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા અને પ્રવાલ(કુંપળ) અસંખ્ય જીવાત્મક (મુખ્ય જીવો) હોય છે. પાંદડાંમાં(મુખ્ય) એક જીવ અને પુષ્પમાં મુખ્ય અનેક જીવો હોય છે.
વૃક્ષોના નામ ભાવાર્થથી સ્પષ્ટ છે. તેમાં કેટલાક નામો પ્રસિદ્ધ છે અને કેટલાક નામો અપ્રસિદ્ધ છે. (૨) ગુચ્છ – ગુચ્છને પ્રચલિત ભાષામાં છોડ કહે છે. નાના અને ગોળ છોડને ગુચ્છ કહે છે. યથારીંગણી, ભોરીંગણી, જવાસા, તુલસી, આવી, બાવચી, આદિ. (૩) ગલ્મ - ફૂલોના છોડને ગુલ્મ કહે છે. જેમકે– ચંપો, જાઈ, જૂઈ, કુંદ, મોગરો આદિ. (૪) લતા :- જે વનસ્પતિ કોઈ ઝાડ અથવા અન્ય થાંભલા-લાકડી-ભીંત આદિના આધારે ઉપર ચડે-વધે તેને લતા કહે છે. જેમકે- ચંપકલતા, નાગલતા, અશોકલતા આદિ. (૫) વલી–વેલા :- જે વેલાઓ વિશેષતઃ જમીન પર ફેલાય છે– તેને વલ્લીઓ કહે છે. જેમ કે આરિયા, તુરિયા, તરબૂચ, ચીભડી, કારેલા, તુંબડી, કોળા, કંકોડા આદિ. () ૫ર્વક:- જે વનસ્પતિમાં વચ્ચે-વચ્ચે પર્વ– ગાંઠ હોય તેવી ગાંઠવાળી-કાતળીવાળી વનસ્પતિને પર્વક કહે છે. જેમકે શેરડી, એરડી, સરકડ, સૂંઠ, નેતર, વાંસ આદિ. (૭) તા - લીલા ઘાસ આદિને તણ કહે છે. યથા-દર્ભ કુશ, આસાતારા, કડવાણી, ધરો, કાલિયા આદિ. (૮) વલય - વલયાકાર એટલે કે ગોળ અને ઊંચાં ઝાડને વલય કહે છે. જેમ કે- તાડ, કેળ, નાળિયેરી,