Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૭૪ ]
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૧
ભાવાર્થ – પ્રશ્ન- કચ્છપના કેટલા પ્રકાર છે? ઉત્તર- કચ્છપના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છેજેના શરીરમાં હાડકાંની બહુલતા હોય તે અસ્થિકચ્છપ અને જેના શરીરમાં માંસની બહુલતા હોય તે માંસકચ્છપ. આ કાચબાની પ્રરૂપણા છે. ९४ से किं तं गाहा? गाहा पंचविहा पण्णत्ता, तं जहा- दिली वेढला मुद्धया पुलगा सीमागारा। से तं गाहा । ભાવાર્થ – પ્રશ્ન- ગ્રાહના કેટલા પ્રકાર છે? ઉત્તર– ગ્રાહના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) દિલી ગ્રાહ, (૨) વેઢક, (૩) મૂર્ધજ, (૪) પુલક અને (૫) સીમાકાર. આ ગ્રાહની પ્રરૂપણા છે. |९५ से किं तं मगरा ? मगरा दुविहा पण्णत्ता, तं जहा- सोंडमगरा य मट्ठमगरा य । से तं मगरा । ભાવાર્થ - પ્રશ્ન- મગરના કેટલા પ્રકાર છે? ઉત્તર-મગરમચ્છના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છેશૌંડમકર અને મૃષ્ટમકર. આ મગરમચ્છની પ્રરૂપણા છે. ९६ से किं तं सुंसुमारा ? सुंसुमारा एगागारा पण्णत्ता, से तं सुंसुमारा । जेयावण्णे तहप्पगारा। ભાવાર્થ -પ્રશ્ન– સુસુમારના કેટલા પ્રકાર છે? ઉત્તર– સુસુમારનો એક જ આકાર-પ્રકાર છે. આ સુસુમાર(શિશુમાર)ની પ્રરૂપણા છે. આ પ્રકારના અન્ય જીવોને પણ જલચર જાણવા જોઈએ. |९७ तेसमासओदविहा पण्णत्ता.तं जहा-सम्मच्छिमा य गब्भवक्कंतिया या तत्थणंजे ते सम्मुच्छिमा ते सव्वेणपुंसगा । तत्थणंजेते गब्भवक्कंतिया तेतिविहा पण्णत्ता, तंजहाइत्थी पुरिसा णपुंसगा । एतेसिं णं एवमाइयाणं जलयरपंचेंदियतिरिक्खजोणियाणं पज्जत्तापज्जत्ताणं अद्धतेरस जाकुलकोडिजोणिप्पमुहसयसहस्सा भवंतीति मक्खायं । सेतं जलयरपर्चेदियतिरिक्खजोणिया । ભાવાર્થ – સર્વ પ્રકારના જળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોના સંક્ષેપથી બે પ્રકાર છે– સંમૂર્છાિમ અને ગર્ભજ. તેમાંથી જે સંમૂર્છાિમ છે, તે બધા નપુંસક જ છે અને ગર્ભજના ત્રણ પ્રકાર છે– સ્ત્રી, પુરુષ અને નપુંસક. આ પર્યાપ્ત અને અપર્યાપ્ત મત્સ્ય આદિ પાંચે ય પ્રકારના જળચર પંચંદ્રિય તિર્યંચ યોનિક જીવોની સાડા બાર લાખ જાતિ-કુલકોટિ-યોનિપ્રમુખ છે, તેમ શ્રી તીર્થકરોએ કહ્યું છે. આ જળચર પંચદ્રિય તિર્યંચ યોનિકોની પ્રરૂપણા પૂર્ણ થાય છે. |९८ से किं तं थलयरपर्चेदियतिरिक्खजोणिया ? थलयरपर्चेदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तं जहा- चउप्पय-थलयर- पंचेंदिय-तिरिक्खजोणिया य परिसप्पथलयरपंचेंदिय-तिरिक्खजोणिया य । ભાવાર્થ – પ્રશ્ન– સ્થળચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકના કેટલા પ્રકાર છે? ઉત્તર- સ્થળચર-પંચેદ્રિયતિર્યંચયોનિકના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે- ચતુષ્પદસ્થળચર પંચેન્દ્રિયતિર્યંચયોનિક અને પરિસર્પસ્થળચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિક.