Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૯૦ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૧
पण्णत्ता। से केणटेणं भंते ! एवं वुच्चइ मणुस्साणं अणंता पज्जवा पण्णत्ता ?
गोयमा !मणुसेमणुसस्सदव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाण वडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णगंधरसफास-आभिणिबोहियणाण-सुयणाण-ओहिणाणमणपज्जवणाणपज्जवेहि य छट्ठाणवडिए, केवलणाणपज्जवेहिं तुल्ले, तिहिं अण्णाणेहिं तिहिं दंसणेहिं छट्ठाणवडिए, केवलदसणपज्जवेहिं तुल्ले ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોના કેટલા પર્યાય છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાય છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે મનુષ્યોના અનંત પર્યાય છે?
ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ એક મનુષ્ય, બીજા મનુષ્યથી તુલ્ય છે, પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય છે; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે; કેવળજ્ઞાન પર્યાયોની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે અને કેવળદર્શનના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય છે. વિવેચન :
આ સૂત્રમાં મનુષ્યોના અનંત પર્યાયોનું સ્પષ્ટીકરણ છે.
મનુષ્યોમાં દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ તુલ્યતા છે, મનુષ્યોની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની અને સ્થિતિ ત્રણ પલ્યોપમની હોવાથી તેમાં તિર્યંચ પંચેન્દ્રિયોની જેમ અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચાર સ્થાનની ન્યૂનાધિકતા છે; વર્ણાદિ વીસ બોલની અપેક્ષાએ છ સ્થાનની ન્યૂનાધિકતા હોય છે. જ્ઞાન-દર્શનઉપયોગ)ની અપેક્ષાએઃ- ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન(આ દસ ઉપયોગ)ના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. આ દશે ઉપયોગ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે અને બધા જ મનુષ્યોનો ક્ષયોપશમ સમાન હોતો નથી. ક્ષયોપશમની તરતમતાના અનંતભેદ છે. તેથી તેના પર્યાયોમાં છઠ્ઠાણવડિયા હીનાધિકતા હોય છે.
કેવળજ્ઞાન અને કેવળદર્શન ક્ષાયિક જ્ઞાન-દર્શન છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થાય ત્યારે જ તે ઉત્પન્ન થાય છે, તેથી તેમાં કોઈ પ્રકારની ન્યૂનાધિકતા હોતી નથી. અનંત કેવળીઓનું કેવળજ્ઞાન-કેવળદર્શન એક સમાન હોય છે; તેથી કેવળજ્ઞાન અને કેવળદર્શનના પર્યાયોને તુલ્ય કહ્યા છે. દ્રવ્યથી | પ્રદેશથી અવગાહનાથી| સ્થિતિથી | વર્ણાદિ શાન-દર્શનથી તુલ્ય |
તુલ્ય તુલ્ય | તુલ્ય | ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન ૩ દર્શન = ૧૦
અથવા | અથવા | અથવા | ઉપયોગથી છઠ્ઠાણવડિયા
ચૌહાણવડિયા ચૌઠાણવડિયા|છઠ્ઠાણવડિયા કેવળજ્ઞાન, કેવળદર્શનની અપેક્ષાએ તુલ્ય વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકદેવોના અનંત પર્યાયો - |१३ वाणमंतरा ओगाहणट्ठयाए ठिईए य चउट्ठाणवडिया, वण्णादीहिं छट्ठाणवडिया । जोइसिय-वेमाणिया वि एवं चेव । णवरं ठिईए तिट्ठाणवडिया ।
તુલ્ય