Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 494
________________ | ૪૨૮ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧ अणंतपएसिया खंधा । सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ-तेणंणो संखेज्जा, नो असंखेज्जा, અનંતા | ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રૂપી અજીવ પર્યાયો શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ! તે સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે? ઉત્તર- હે ગૌતમ! પરમાણુ પુદગલ અનંત છે; દ્ધિપ્રદેશી અંધ અનંત છે યાવત દશપ્રદેશી સ્કંધ અનંત છે. સંખ્યાતપ્રદેશી અંધ અનંત છે, અસંખ્યાતપ્રદેશી અંધ અનંત છે અને અનંતપ્રદેશી સ્કંધ અનંત છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે રૂપી અજીવ પર્યાયો સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં રૂપી અજીવના મુખ્ય ચાર પર્યાયો-અવસ્થાઓનું કથન કરીને તેના અનંત પર્યાયોનું નિરૂપણ કર્યું છે. છ દ્રવ્યોમાં એક પુદ્ગલ દ્રવ્ય જ રૂપી છે તેથી રૂપી અજીવ પર્યાયોમાં પુગલના પર્યાયનું ગ્રહણ થાય છે. પુલના મુખ્ય ચાર પર્યાય-પ્રકાર છે– (૧) સ્કંધ = અનેક પ્રદેશોનો પિંડ. જેમ કે કોઈ એક લાડવો. (૨) અંધદેશ = સ્કંધનો પોણો, અર્ધો, પા વગેરે ભાગ. જેમ કે પોણો લાડવો, અર્ધો લાડવો વગેરે (૩) સ્કંધ પ્રદેશ = સ્કંધ સાથે જોડાયેલો સ્કંધનો નિરંશ, અવિભાજ્ય અંશ. જેમ કે લાડવા સાથે જોડાયેલો તેનો એક કણ. (૪) પરમાણું = સ્કંધથી છૂટો પડેલો અવિભાજ્ય અંશ. જેમ કે લાડવાથી છૂટો પડેલો લાડવાનો એક કણ. પુદ્ગલ દ્રવ્યના આ ચારે પર્યાયો લોકમાં અનંત-અનંત છે. પરમાણુ પુદ્ગલ અનંત છે. તે જ રીતે બે-બે પરમાણુ મળીને બનેલા ઢિપ્રદેશી ઢંધો, ત્રણ-ત્રણ પરમાણુ મળીને બનેલા ત્રિપ્રદેશી ઢંધો યાવત્ અનંત પરમાણુ ભેગા મળીને બનેલા અનંતપ્રદેશી ઢંધો પણ અનંત છે. દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો - ४६ परमाणुपोग्गलाणं भंते ! केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! परमाणुपोग्गलाणं अणंता पज्जवा पण्णत्ता । से केणट्टेणं भंते ! एवं वुच्चइ परमाणुपोग्गलाणं अणंता पज्जवा पण्णत्ता? ___ गोयमा ! परमाणुपोग्गले परमाणुपोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले; ठिईए सिय हीणे सियतुल्ले सिय अब्भहिए; जइ हीणे- असंखेज्जइभागहीणे वा संखेज्जइभागहीणे वा संखेज्जगुणहीणे वा असंखेज्जगुणहीणे वा, अह अब्भहिए- असंखेज्जइभागअब्भहिए वा संखेज्जइभागमभहिए वा संखेज्जगुणअब्भहिए वा असंखेज्जगुणअब्भहिए वा; कालवण्णपज्जवेहिं सिय हीणे सियतुल्ले सिय अब्भहिए; जइहीणे- अणंतभागहीणे वा असंखेज्जइभागहीणे वा संखेज्जइभागहीणे वा संखेज्जगुणहीणे वा असंखेज्जगुणहीणे

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538