Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[૧૬]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
પ્રાસાદો ચઢતા-ઉતરતા ક્રમથી એવી રીતે ગોઠવાયેલા છે કે તેના શિખરના ભાગો ભેગા થવાથી લગભગ ગોળાકાર બની જાય છે. તેથી જ ઉદય-અસ્ત સમયે તે વિમાનો ગોળાકારરૂપે પ્રતીત થાય છે અને મધ્યાહ્ન સમયે તે વિમાનો મસ્તક ઉપર હોવાથી તેનું ગોળાકાર તળિયું દેખાય છે.
વિમાનનું સ્વરૂપ ભાવાર્થથી સ્પષ્ટ છે. અઢીદ્વીપની અંદરના ૧૩ર ચંદ્ર-સૂર્યના વિમાનો પોતાના પરિવાર સહિત અવિરતપણે મેરુ પર્વતને પ્રદક્ષિણા કરે છે. અઢીદ્વીપની બહારના જ્યોતિષીદેવોના વિમાનો સ્થિર છે.
જ્યોતિષેન્દ્રો– પાંચ પ્રકારના જ્યોતિષી દેવોમાં ચંદ્ર અને સૂર્ય બે ઇન્દ્ર છે. અસંખ્યાત દ્વીપ સમૂદ્રોના મળીને અસંખ્યાત ચંદ્રો અને અસંખ્યાત સૂર્યો છે. આમ જ્યોતિષી દેવોમાં અસંખ્યાત ઇન્દ્રો થાય છે પરંતુ ચંદ્ર અને સૂર્યરૂપ જાતિની ગણના કરીને જ્યોતિષી દેવોમાં બે ઇન્દ્રની ગણના પ્રચલિત છે. એક-એક ચંદ્ર અને સૂર્યરૂપ ઈન્દ્રને ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬,૯૭૫ ક્રોડાકોડી તારાઓનો પરિવાર હોય છે. ચિલ- પ્રત્યેક જ્યોતિષીદેવોને પોત-પોતાના આકારનું ચિહ્ન તેમના મુકુટમાં હોય છે. ચંદ્ર દેવના મુગટમાં ચંદ્રના આકારનું ચિહ્ન હોય છે, તે જ રીતે પાંચ પ્રકારના દેવોમાં પોત-પોતાના આકારના ચિહ્ન હોય છે. દિય :- સ્થિત લેગ્યા. જ્યોતિષી દેવોના વિમાનો ભ્રમણ શીલ છે પરંતુ તે પ્રત્યેક વિમાનનું ચારે તરફનું પ્રકાશક્ષેત્ર અવસ્થિત છે, તે પરિવર્તન પામતું નથી. જ્યોતિષી દેવોના વિમાનાવાસ, ઇન્દ્ર, ઋદ્ધિ આદિજ્યોતિષી ઇન્દ્ર વિમાન | વિમાન | ચિત
વિમાન નામ સંખ્યા | સંસ્થાન
સ્થાન ચંદ્ર અસંખ્યાત ચંદ્રન્દ્ર
ચંદ્રાકાર સમ પૃથ્વીથી ઉપર જતાં અસંખ્યાત સૂર્મેન્દ્ર
સૂર્યાકાર | ૭૯૦ યોજનથી ગ્રહ
ગ્રહાકાર
| ૯૦૦ યોજન સુધીના અર્થાત્
ખ્યા નક્ષત્ર
નક્ષત્રાકાર ૧૧૦ યોજન પ્રમાણ ક્ષેત્રમાં તથા તારા
તારાકાર | તિરછા અસંખ્યાત યોજનના
(એક રાજુ પ્રમાણ) વિસ્તારમાં નોધઃ (૧) પ્રત્યેક જ્યોતિષી ઈન્દ્રના સામાનિક દેવો-૪, 000; આત્મરક્ષક દેવો-૧૬ 000; સપરિવાર અગ્રમહિષી દેવી-૪; સેના-૭, સેનાધિપતિ-૭; પરિષદ-૩. (૨) જ્યોતિષી દેવામાં ત્રાયશ્ચિંશક અને લોકપાલ દેવો હોતા નથી. (૩) ચંદ્ર-સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર અઢીદ્વીપમાં સગડુદ્ધિ સંસ્થાનનું છે અને અઢીદ્વીપ બહાર પાકી ઈર્ટના આકારવાળું છે.
ત
વૈમાનિકદેવોના સ્થાન - ५४ कहिणं भंते ! वेमाणियाणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहिणं भंते ! वेमाणिया देवा परिवसंति?
गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्डुचंदिम