Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
કલ્પની સમાન છે, વિશેષતા એ છે કે આ કલ્પમાં ચાર લાખ વિમાનો છે. તેના પાંચ અવતંસક સૌધર્મ અવતંસકોની સમાન જાણવા પરંતુ ચારેય અવતંસકોની મધ્યમાં બ્રહ્મલોકાવતંસક છે, તેમ જાણવું. અહીં બ્રહ્મલોક દેવોના સ્થાન છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું.
૧૭૪
બ્રહ્મલોકાવતંસકમાં દેવેન્દ્ર દેવરાજ બ્રહ્મ’ નિવાસ કરે છે; તે રજ રહિત આકાશ સમાન સ્વચ્છ વસ્ત્રોના ધારક છે, આ રીતે સનત્કુમારેન્દ્રની જેમ યાવત્ વિચરણ કરે છે. વિશેષતા એ છે કે બ્રહ્મેન્દ્ર ચાર લાખ વિમાનાવાસોનું, સાઠ હજાર સામાનિક દેવોનું, ચાર-સાઠ હજાર અર્થાત્ બે લાખ, ચાલીસ હજાર આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણા બ્રહ્મલોક કલ્પના દેવોનું આધિપત્ય કરતાં વિચરણ કરે છે. ६३ कहि णं भंते ! लंतगदेवाणं पज्जत्ता अपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहि णं भंते! लंतगदेवा परिवसंति ?
गोयमा ! बंभलोगस्स कप्पस्स उप्पि सपक्खि सपडिदिसिं बहूई जोयणसयाई जाव बहुगाओ जोयणकोडाकोडीओ उड्डुं दूरं उप्पइत्ता एत्थ णं लंतए णामं कप्पे पण्णत्ते - पाई पडीणाय जहा बंभलोए णवरं पण्णासं विमाणावाससहस्सा भवतीति मक्खायं । वर्डेसगा जहा ईसाणवर्डेसगा णवरं मज्झे य इत्थ लंतगवडेंसए । देवा तहेव जाव विहरंति ।
लंत य इत्थ देविंदे देवराया परिवसइ जहा सणकुमारे । णवरं पण्णासाए विमाणा- वाससहस्साणं पण्णासाए सामाणियसाहस्सीणं चउण्ह य पण्णासाणं आयरक्खदेव साहस्सीणं अण्णेसिं च बहूणं जाव विहरंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત લાન્તક દેવોનાં સ્થાન ક્યાં છે ? હે ભગવન્ ! લાંતક દેવો ક્યાં નિવાસ કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! બ્રહ્મલોક કલ્પની ઉપર સમાન દિશા અને સમાન વિદિશામાં અનેક સો યોજન યાવત્ ઘણા ક્રોડાક્રોડી યોજન ઉપર લાંતક નામનું કલ્પ આવે છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ છે; ઇત્યાદિ સમગ્ર વર્ણન બ્રહ્મલોકની સમાન છે. તેમાં વિશેષતા એ છે કે આ કલ્પમાં પચાસ હજાર વિમાનાવાસ છે, તેના અવતંસક ઈશાનાવતંસકોની સમાન છે પરંતુ અહીં મધ્યનું(પાંચમું) લાન્તકાવતંસક છે. શેષ સમગ્ર વર્ણન સમુચ્ચય । વૈમાનિકોની સમાન જાણવું યાવત્ દિવ્યભોગ ભોગવતાં વિચરણ કરે છે.
આ લાંતક અવતંસકમાં દેવેન્દ્ર દેવરાજ લાંતકેન્દ્ર નિવાસ કરે છે, તેની ઋદ્ધિનું કથન સનત્કુમારની સમાન છે. વિશેષતા એ છે કે લાંતકેન્દ્ર પચાસ હજાર વિમાનાવાસોનું, પચાસ હજાર સામાનિક દેવોનું, ચાર પચાસ હજાર અર્થાત્ બે લાખ આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણા લાંતકદેવોનું આધિપત્ય કરતાં વિચરે છે. ६४ कहि णं भंते ! महासुक्काणं देवाणं पज्जत्ता अपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहि णं भंते ! महासुक्का देवा परिवसंति ? गोयमा ! लंतयस्स कप्पस्स उप्पि सपक्खि सपडिदिसिं जाव उप्पइत्ता एत्थ णं महासुक्के णामं कप्पे पण्णत्ते - पाईण-पडीणायए उदीण दाहिणवित्थिणे जहा बंभलोए णवरं चत्तालीसं विमाणावाससहस्सा भवतीति मक्खायं । वर्डेसगा जहा सोहम्मवर्डेसगा णवरं मज्झे य इत्थ महासुक्कवडेंसए जाव विहरंति ।