Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 443
________________ | પાંચમું પદ વિશેષ (પર્યાય પદ) [ ૩૭૭ ] मब्भहिए वा; णीलवण्णपज्जवेहिं लोहियवण्णपज्जवेहिं पीयवण्णपज्जवेहिं हालिद्दवण्णपज्जवेहिं सुक्किलवण्णपज्जवेहिं य छट्ठाणवडिए; सुब्भिगंधपज्जवेहिं दुब्भिगंधपज्जवेहि य छट्ठाणवडिए; तित्तरसपज्जवेहिं कडुयरसपज्जवेहिं कसायरसपज्जवेहिं अंबिलरसपज्जवेहिं महुररसपज्जवेहि य छट्ठाणवडिए; कक्खडफासपज्जवेहिं मउयफासपज्जवेहि गरुयफास पज्जवेहिं लहुयफासपज्जवेहिं सीयफासपज्जवेहिं उसिणफासपज्जवेहिं णिद्धफासपज्जवेहि फासपज्जवेहिं य छद्राणवडिए: आभिणिबोहियणाणपज्जवेहि सुयणाण णपज्जवेहिं ओहिणाणपज्जवेहिं मइअण्णाणपज्जवेहिं सुयअण्णाणपज्जवेहिं विभंगणाणपज्जवेहिं चक्खुदसणपज्जवेहिं अचक्खुदसणपज्जवेहिं ओहिदसणपज्जवेहिं य छट्ठाणवडिए, एएणद्वेणं गोयमा ! एवं वुच्चइ णेरइयाणं णो संखेज्जा, णो असंखेज्जा; अणंता पज्जवा पण्णत्ता । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન! તેનું શું કારણ છે કે નૈરયિકોના અનંત પર્યાયો છે? ઉત્તર-હે ગૌતમ! એક નારકી બીજા નારકીથી- દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે; અવગાહનાની અપેક્ષાએ કથંચિત્ હીન, કથંચિત્ તુલ્ય અને કથંચિત્ અધિક છે. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન, સંખ્યાતમોભાગ હીન, સંખ્યાતગુણ હીન કે અસંખ્યાતગુણ હીન છે. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક, સંખ્યાતમોભાગ અધિક, સંખ્યાતગુણ અધિક કે અસંખ્યાતગુણ અધિક છે. સ્થિતિની અપેક્ષાએ – એક નારકી બીજા નારકીથી કથંચિતુ હીન, કથંચિત્ તુલ્ય અને કથંચિત્ અધિક છે. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન, સંખ્યાતમો ભાગ હીન, સંખ્યાતગુણ હીન કે અસંખ્યાતગુણ હીન હોય છે અને જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક, સંખ્યાતમો ભાગ અધિક, સંખ્યાતગુણ અધિક કે અસંખ્યાતગુણ અધિક હોય છે. કૃષ્ણવર્ણ પર્યાયોની અપેક્ષાએ – એક નારકી બીજા નારકીથી કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય અને કદાચિત અધિક હોય છે. જો હીન હોય તો અનંતમોભાગ હીન, અસંખ્યાતમોભાગ હીન, સંખ્યાતમોભાગ હીન, સંખ્યાતગુણ હીન, અસંખ્યાતગુણ કે અનંતગુણ હીન હોય છે. જો અધિક હોય તો અનંતમોભાગ અધિક, અસંખ્યાતમોભાગ અધિક કે સંખ્યાતમોભાગ અથવા સંખ્યાતગુણ અધિક, અસંખ્યાતગુણ અધિક કે અનંતગુણ અધિક છે. તે જ રીતે નીલવર્ણ પર્યાયો, લાલવર્ણ પર્યાયો, પીળોવર્ણ પર્યાયો, સફેદ વર્ણ પર્યાયોની અપેક્ષાએ છસ્થાનની હીનાધિકતા હોય છે, સુરભિગંધ પર્યાયો અને દુરભિગંધ પર્યાયોની અપેક્ષાએ પણ છસ્થાનની હીનાધિકતા હોય છે, તિક્તરસપર્યાયો, કટુરસપર્યાયો, કષાયરસપર્યાયો, આમ્બરસપર્યાયો તથા મધુરરસ પર્યાયોની અપેક્ષાએ-છસ્થાનની હીનાધિકતા હોય છે અને કર્કશસ્પર્શ પર્યાયો, મૃદુસ્પર્શ પર્યાયો, ગુરુસ્પર્શ પર્યાયો, લઘુસ્પર્શ પર્યાયો, શીતસ્પર્શ પર્યાયો, ઉષ્ણસ્પર્શ પર્યાયો, સ્નિગ્ધસ્પર્શ પર્યાયો તથા રૂક્ષસ્પર્શ પર્યાયોની અપેક્ષાએ એક નારકીથી બીજા નારકીમાં છસ્થાનની હીનાધિકતા હોય છે. આ રીતે આભિનિબોધિકજ્ઞાન પર્યાયો, શ્રુતજ્ઞાન પર્યાયો, અવધિજ્ઞાનપર્યાયો, મતિઅજ્ઞાન પર્યાયો, શ્રતઅજ્ઞાનપર્યાયો, વિર્ભાગજ્ઞાનપર્યાયો, ચક્ષુદર્શનપર્યાયો, અચદર્શનપર્યાયો તથા

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538