Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબહુર્તી]
૨૦૭ ]
पुरस्थिम-पच्चत्थिमउत्तरेणं असंखेज्जगुणा, दाहिणेणं असंखेज्जगुणा । ભાવાર્થ :- દક્ષિણ દિશાવર્તી ચોથી પંકપ્રભાપૃથ્વીના નૈરયિકોથી ત્રીજી વાલુકાપ્રભાપૃથ્વીના નૈરયિકો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે અને તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. २३ दाहिणिल्लेहिंतो वालुयप्पभापुढविणेरइएहितो बिइयाए सक्करप्पभाए पुढवीएणेरइया पुरथिमपच्चत्थिम उत्तरेणं असंखेज्जगुणा, दाहिणेणं असंखेज्जगुणा । ભાવાર્થ – દક્ષિણ દિશાના ત્રીજી વાલુકાપ્રભાપૃથ્વીના નૈરયિકોથી બીજી શર્કરાપ્રભાપૃથ્વીના નૈરયિકો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે. તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. २४ दाहिणिल्लेहितो सक्करप्पभापुढविणेरइएहिंतो इमीसे रयणप्पभाए पुढवीए णेरइया पुरथिमपच्चत्थिम उत्तरेणं असंखेज्जगुणा, दाहिणेणं असंखेज्जगुणा । ભાવાર્થ:- દક્ષિણ દિશાના બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિકોથી પહેલી રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશામાં અસંખ્યાતણા છે. તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય નારકી અને સાતે નરકના નારકીના પૃથ-પૃથક્ અને સમ્મિલિત અલ્પબદુત્વનું કથન છે. સમુચ્ચય નૈરયિક:- (૧, ૨, ૩) સર્વથી થોડા નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં છે. આ ત્રણે દિશાઓમાં કૃષ્ણપાક્ષિક જીવો અલ્પ ઉત્પન્ન થાય છે. (૪) તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે, કારણ કે ત્યાં કષ્ણપાક્ષિક જીવો વધુ ઉત્પન્ન થાય છે. જેિ જીવનું ભવભ્રમણ અર્ધ પુગલ પરાવર્તન કાલથી અધિક હોય તેને કૃપાસિક કહે છે.] સાતે ય નરકનું પૃથક પૃથક્ અલ્પબદુત્વઃ- રત્નપ્રભા આદિ પ્રત્યેક નરક પૃથ્વીમાં સર્વથી થોડા નૈરયિકો
પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દિશામાં હોય છે અને તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા અધિક હોય છે. સાતે નરકનું સંમિલિત અલ્પબહત્વ - સંજ્ઞી મનુષ્ય, અસંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી તિર્યંચ જીવો મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. તેમાં અત્યંત અધમ, ઘોરતમ પાપકર્મનું આચરણ કરનારા જીવો સાતમી નરકમાં જાય છે. તેનાથી ક્રમશઃ અલ્પ પાપનું આચરણ કરનારા જીવો ઉપર-ઉપરની નરકમાં જાય છે. સામાન્ય રીતે ઘોરતમ પાપનું આચરણ કરનારા જીવોની સંખ્યા અલ્પ હોય છે. તેથી સાતમી નરકના નૈરયિકો સર્વથી થોડા છે. તેનાથી ક્રમશઃ ઉપર-ઉપરની નરકોમાં નૈરયિકોની સંખ્યા
વધતી જાય છે. સાતે નરકનું સંયુક્ત અલ્પબહુત્વ આ પ્રમાણે છે– (૧) ૨ અસં.
સર્વથી થોડા સાતમી નરકના પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશાના નૈરયિકો છે. (૨) તેનાથી સાતમી નરકના દક્ષિણ દિશાના નૈરયિકો અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી છઠ્ઠી નરકના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દિશાના નૈરયિકો અસંખ્યાતણા છે. (૪) તેનાથી છઠ્ઠી નરકના દક્ષિણ દિશાના
૧ અલ્પ
૧. અલ્પ
૧ અલ્પ