Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૦ર
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
તત્ત્વોમાં શંકાનો અભાવ તેમજ સાત પ્રકારના ભયનો અભાવ. કોઈ પણ પ્રકારનો ભય કે શંકા ન કરવી, તે નિશકિત ગુણ છે.
પર મત કે પર દ્રવ્યની સ્પૃહાનો અભાવ. પુણ્ય અને પાપના ફળની ઈચ્છા ન કરવી, કોઈ પણ વિભાવની ઈચ્છા ન કરવી, તે નિષ્કાંક્ષિત ગુણ છે.
ગ્લાનિનો અભાવ. અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગ્લાનિ-ખિન્નતાનો અનુભવ ન કરવો, ધર્માનુષ્ઠાનના ફળમાં સંશય ન કરવો, તે નિર્વિચિકિત્સા ગુણ છે.
મૂઢતાનો અભાવ અર્થાત્ વિવેક દષ્ટિ. આગમોના સૂક્ષ્મ રહસ્યો સાંભળીને મુંઝાવું નહીં કે અનેક મતમતાંતરો અને વિવાદાસ્પદ વિચારોને જોઈને દિડમૂઢ થવું નહીં. સુલસા શ્રાવિકાની જેમ શ્રદ્ધાને દઢ રાખવી, તે અમૂઢદષ્ટિ ગુણ છે.
ઉપબૃહ–વૃદ્ધિ કરવી. આત્મગુણોની વૃદ્ધિ કરવી. કયાંક ઉપગૂહન શબ્દ જોવા મળે છે. ઉપગૃહન એટલે છુપાવવું. આત્મગુણોને છુપાવવા નહીં અર્થાત્ તેને પ્રગટ કરવા માટે પ્રયત્ન કરવો, તે ઉપવૃંહણ ગુણ છે.
પોતાના આત્માને અથવા અન્ય જીવોને આત્મસ્વભાવમાં, જિન પ્રવચનમાં, શ્રદ્ધામાં સ્થિર કરવા, તે સ્થિરિકરણ ગુણ છે.
સ્વસ્વરૂપમાં, જિનમાર્ગમાં અને સર્વ જીવ માત્રમાં અત્યંત પ્રતિભાવ રાખવો, તે વાત્સલ્યતા ગુણ છે.
થવાથમિસ્તીર્થસ્થાપના ધર્મકથા આદિ દ્વારા તીર્થની પ્રખ્યાતિ કરવી, સ્વના શુદ્ધ સ્વરૂપને અને શુદ્ધ માર્ગને પ્રગટ કરવા, તે પ્રભાવનાગુણ છે.
આ આઠ આચારમાં પ્રથમ ચાર આચાર સાધકના આંતરણો છે અને શેષ ચાર ચાર બાહ્મણો છે. તેનું પ્રગટીકરણ અન્ય નિહાળી શકે છે અન્ય જીવોને તેનો લાભ મળી શકે છે.
તેના બે પ્રકાર છે– (૧) ઉપશાંતકષાય વીતરાગ દર્શનાર્ય જેના કષાયો સર્વથા ઉપશાંત થઈ ગયા છે તેવા અગિયારમા ગુણસ્થાનવર્તી જીવો અને (૨) ક્ષીણકષાયવીતરાગદર્શનાર્યજેના કષાયો સર્વથા ક્ષીણ થઈ ગયા છે તેવા બારમા, તેરમા, ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો.
બે પ્રકાર છે– (૧) છદ્મસ્થક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય–૧૨માં ગુણસ્થાનવર્તી જીવો. (૨) કેવળીક્ષણ કષાયવીતરાગ દર્શનાર્ય– ૧૩, ૧૪મા ગુણસ્થાનવર્તી જીવો.
બે પ્રકાર છે– (૧) સ્વયંબુદ્ધ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યસ્વયં પોતાની મેળે બોધ પામીને વીતરાગ દશાને પ્રાપ્ત થયેલા. (૨) બુદ્ધબોધિત ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય- કેવળી ભગવાન આદિ અન્ય દ્વારા બોધને પામીને વીતરાગ દશાને પામેલા.
બે પ્રકાર છે– (૧) સયોગીકેવળી વીતરાગ દર્શનાર્ય- તેરમા ગુણસ્થાનવર્તી જીવો. (૨) અયોગીકેવળી વીતરાગ દર્શનાર્ય- ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો.
ઉપરોક્ત પ્રત્યેક ભેદના પ્રથમસમયવર્તી, અપ્રથમસમયવર્તી દર્શનાર્ય અને ચરમસમયવર્તી, અચરમસમયવર્તી દર્શનાર્ય, આ પ્રમાણે બે-બે ભેદ થાય છે.