Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
દ્વિતીય પદ : સ્થાન
૧૨૩
ઉત્તર– હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ–સાત ઘનોદધિઓમાં અને સાત ઘનોદધિ વલયોમાં છે. અધોલોકમાં–પાતાળોમાં, ભવનોમાં અને ભવનોના પ્રસ્તટો(પાથડાઓ)માં છે. ઊર્ધ્વલોકમાં– કલ્પોમાં, વિમાનોમાં, આવલિકાબદ્ધ વિમાનોમાં અને વિમાનોના પ્રસ્તટોમાં છે. તિર્યંચ્લોકમાં– કૂવા, તળાવો, નદીઓ, દ્રહો, ચાર ખૂણાવાળી વાવો, ગોળાકાર પુષ્કરિણી, લાંબી વાવો, સંયુક્ત પુષ્કરિણીઓ, સરોવરો, પંક્તિબદ્ધ સરોવરો, એક બીજા સાથે જોડાયેલા પંક્તિબદ્ધ સરોવરો, બિલો, બિલપંક્તિઓ, પહાડી જળના ઉત્પત્તિ સ્થાનો, ઝરણાઓ, છિલ્લરો– થોડા પાણીવાળા કુદરતી ખાડા, પલ્લવો– કુદરતી સરોવરો, વપ્રો– ખેતરના ક્યારાઓ, દ્વીપો, સમુદ્રો, સર્વ જલાશયો અને જલ સ્થાનોમાં છે. આ સર્વ સ્થાનોમાં પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવોના સ્વસ્થાન છે.
ઉપપાતની અપેક્ષાએ સર્વલોકમાં, સમુદ્દાતની અપેક્ષાએ સર્વલોકમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે.
| १४ कहि णं भंते ! बादरवणस्सइकाइयाणं अपज्जत्तगाणं ठाणा पण्णत्ता ? गोयमा ! जत्थेव बादरवणस्सइकाइयाणं पज्जत्तगाणं ठाणा तत्थेव बादरवणस्सइकाइयाणं अपज्जत्तगाणं ठाणा पण्णत्ता । उववाएणं सव्वलोए, समुग्धाएणं सव्वलोए, सट्टाणेणं लोगस्स असंखेज्जइभागे । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકોના સ્થાન ક્યાં છે ? ઉત્તર− હે ગૌતમ ! પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકોના જે સ્થાનો છે, તે જ અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકોનાં સ્થાન છે.
તે ઉપપાતની અપેક્ષાએ સર્વલોકમાં, સમુદ્દાતની અપેક્ષાએ સર્વલોકમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે.
१५ कहिं णं भंते! सुमवणस्सइकाइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाणं ठाणा पण्णत्ता ? गोयमा! सुहुमवणस्सइकाइया जे य पज्जत्तगा जे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेसा अणाणत्ता सव्वलोगपरियावण्णगा पण्णत्ता समणाउसो !
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્ત-અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના સ્થાન ક્યાં છે ? ઉત્તરહે ગૌતમ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો બધાં એક સમાન, વિશેષતા રહિત અને ભિન્નતા રહિત છે અને હે આયુષ્યમાન શ્રમણો ! તે સર્વલોકમાં પરિવ્યાપ્ત છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં વનસ્પતિકાયિકોના સ્થાનોની પ્રરૂપણા છે.
પર્યાપ્ત-બાદર વનસ્પતિકાયિકોનાં સ્થાન :– સમસ્ત જળસ્થાનોમાં પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવો હોય છે. બાર દેવલોકની વાવડીઓમાં સેવાળ કમળ વગેરે જળજ વનસ્પતિકાયિક જીવો હોય છે. તેના સ્વસ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે પરંતુ ઉપપાત અને સમુદ્દાતની અપેક્ષાએ તે સર્વલોક વ્યાપી હોય છે કારણ કે વનસ્પતિમાં શેવાળ આદિ બાદરનિગોદ અનંતકાયિક વનસ્પતિ છે. સૂક્ષ્મ નિગોદના અનંત જીવો અંતર્મુહૂર્તની સ્થિતિ પૂર્ણ કરી પર્યાપ્ત બાદર નિગોદમાં ઉત્પન્ન થાય છે. તે અનંતાનંત જીવો પોતાની વિગ્રહગતિમાં પર્યાપ્ત બાદર વનસ્પતિના જીવો જ કહેવાય છે. તે અનંત જીવો ઉપપાતની અપેક્ષાએ સમગ્ર લોકને વ્યાપ્ત કરે છે.