Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| દ્વિતીય પદઃ સ્થાન
||
[ ૧૧૫ ]
અસંખ્યાતમા ભાગમાં હોય છે. પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવો મરીને ઔદારિકના દશ દંડકમાં ઉત્પન્ન થાય છે. તે જીવો મારણાંતિક સમુઘાત કરી આત્મપ્રદેશોને ઉત્પત્તિસ્થાન સુધી ફેલાવે છે. તે જીવો અલ્પસંખ્યક હોવાથી તેનું સમુઘાતનું ક્ષેત્ર પણ લોકનો અસંખ્યાતમો ભાગ જ થાય છે. અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકના સ્થાન - ૩વવા સબ્રતો સમુષાણ સમ્બનો ઉપપાત અને સમુદ્દઘાત વડે સર્વલોકમાં હોય છે. સ્વમાવત પવાની વહવ તિ ૩૫ર્તન સમુદાનેન ૨ સર્વલોવ્યાપિના સ્વાભાવિક રૂપે જ અપર્યાપ્ત જીવો ઘણા છે તેથી તે જીવો ઉપપાત અને સમુઘાત વડે સર્વલોકવ્યાપી છે. તેમાં કેટલાક જીવોનો ઉપપાત ઋજુગતિથી અને કેટલાક જીવોનો ઉપપાત વક્રગતિથી થાય છે. વક્રગતિમાં જ્યારે કેટલાક જીવો પ્રથમ વળાંક લઈને આગળ વધે છે ત્યારે બીજા જીવો તે વક્રસ્થાને પહોંચી જાય છે. તે જ રીતે તે જીવો બીજા વળાંકથી આગળ વધે ત્યાં અન્ય જીવો ત્યાં આવી ગયા હોય છે. આ રીતે વક્રગતિમાં પણ પ્રવાહની અપેક્ષાએ નિરંતર લોકવ્યાપ્ત થઈ જાય છે. તે જીવોની બહુલતાના કારણે સમુદ્રઘાતથી પણ સર્વ લોકવ્યાપી છે.
સ્વસ્થાન આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે કારણ કે અપર્યાપ્ત જીવો પર્યાપ્ત જીવોને આશ્રયે ઉત્પન્ન થાય છે અને રહે છે. પર્યાપ્ત જીવોના સ્વસ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં હોવાથી બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયિકોના સ્વસ્થાન પણ લોકના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પર્યાપ્ત-અપર્યાપ્ત સમ પૃથ્વી કાયિકોનાં સ્થાન - તે સર્વે પવિતા | સૂક્ષ્મ પૃથ્વીકાય જીવોના પર્યાપ્ત-અપર્યાપ્ત બધા એક જ પ્રકારના છે અર્થાત્ તે સર્વ જીવોના સ્વસ્થાન, ઉપપાત સ્થાન કે સમુઘાતસ્થાનમાં કોઈ ભેદ નથી. તે જીવો સંપૂર્ણ લોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે, તે જીવોનું સ્વસ્થાન સંપૂર્ણ લોક છે. તેથી જ તેના ઉપપાત અને સમુદ્યાત ક્ષેત્ર પણ સંપૂર્ણ લોકરૂપ જ છે. વિરેલા :- સમ જીવો વિશેષતા રહિત છે. તેમાં જે સુક્ષ્મ પર્યાપ્તા જીવોના સ્થાન છે તે જ સુક્ષ્મ અપર્યાપ્તા જીવોના સ્થાન છે, તેમાં કોઈ વિશેષતા નથી. અMINITI :- ભિન્નતા રહિત છે અર્થાતુ જે આકાશપ્રદેશો પર પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકો છે, તે જ આકાશપ્રદેશો પર અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકો પણ છે. તેમાં કોઈ ભેદ નથી. સૂક્ષ્મ જીવો સર્વલોકમાં છે, આ કથન સર્વ જીવોની અપેક્ષાએ છે. એક જીવનું સ્થાન તો લોકનો અસંખ્યાતમો ભાગ જ છે, એમ સર્વ તીર્થકરોએ કહ્યું છે. અપ્લાયિક જીવોનાં સ્થાન :|४ कहि णं भंते ! बादरआउकाइयाणं पज्जत्ताणं ठाणा पण्णत्ता ? गोयमा ! सट्ठाणेणं सत्तसु घणोदधिसु सत्तसु घणोदधिवलएसु । अहोलोए- पायालेसु भवणेसु भवणपत्थडेसु। उड्ढलोए- कप्पेसु विमाणेसु विमाणावलियासु विमाणपत्थडेसु।।
तिरियलोए- अगडेसु तलाएसु णदीसु दहेसु वावीसु पुक्खरिणीसु दीहियासु गुंजालियासुसरेसु सरपंतियासु सरसरपंतियासु बिलेसु बिलपतियासु उज्झरेसु णिज्झरेसु चिल्ललेसु पल्ललेसु वप्पिणेसु दीवेसु समुद्देसु सव्वेसु चेव जलासएसु जलट्ठाणेसु । ए त्थणं बादरआउक्काइयाणं पज्जत्ताणं ठाणा पण्णत्ता ।उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे ।