Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રથમ ૫૬ : પ્રજ્ઞાપના
e
જીવોનું ઉત્પત્તિ સ્થાન. ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થનારા જીવોની વિવિધ જાતિને કુલ કહે છે. જેમ કે છાણ યોનિરૂપ છે. તેમાં કૃમિ, કીડા, વૃશ્વિક આદિ વિવિધ જાતિવાળા જીવો ઉત્પન્ન થાય છે, તે તેના કુલ છે. યોનિ એક હોય અને તેમાં અનેક કુલ હોય શકે છે. અથવા પાતિgતમિર્ત્ય, પમ્ । જાતિકુલને એક પદ રૂપે સ્વીકારીએ તો એક યોનિના અનેક જાતિકુલ હોય છે. તે પ્રમાણે અર્થ થાય છે. જેમ કે– છાણરૂપ યોનિમાં કૃમિકુલ, વૃશ્ચિકકુલ વગેરે અનેક જાતિ કુલ હોય છે.
તેઇન્દ્રિય સંસારસમાપન જીવ પ્રજ્ઞાપનાઃ
८६ से किं तं इंदियसंसारसमावण्णजीवपण्णवणा ?
तेइंदियसंसारसमावण्णजीवपण्णवणा अणेगविहा पण्णत्ता । तं जहा - ओवइया रोहिणीया कुंथू पिपीलिया उद्देसगा उद्देहिया उक्कलिया उप्पाया उक्कडा उप्पड़ा तणाहारा कट्ठाहारा मालुया पत्ताहारा तणविंटिया पत्तविंटिया पुप्फविंटिया फलविंटिया बीयविटिया तेदुरणमज्जिया तउसमिंजिया कप्पासट्ठिमिंजिया हिल्लिया झिल्लिया झिंगिरा किंगिरिडा पाहुया सुभगा सोवच्छिया सुयविंटा इंदिकाइया इंदगोवया ऊरुलुंचगा कोत्थलवाहगा जूया हालाहला पिसुया ततवाइया गोम्ही हत्थिसोंडा, जेयावण्णे तहप्पगारा । सव्वे ते सम्मुच्छिमणपुंसगा।
ते समासओ दुविहा पण्णत्ता, तं जहा - पज्जत्तगा य अपज्जत्तगा य । एएसि णं एवमाइयाणं तेइंदियाणं पज्जत्ता अपज्जत्ताणं अट्ठ जाईकुलकोडि-जोणिप्पमुहसयसहस्सा भवतीति मक्खायं । से तं तेइंदियसंसारसमावण्णजीवपण्णवणा । ભાવાર્થ:- પ્રશ્ન- તેઇદ્રિય સંસારસમાપન્ન જીવ પ્રજ્ઞાપનાના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– તેઇન્દ્રિય સંસારસમાપન્ન જીવ પ્રજ્ઞાપનાના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે— ઔપયિક, રોહિણીક, ગ્રંથવા, કીડી, ઉદ્દેશક, ઉધઈ, ઉત્કલિક, ઉત્પાદ, ઉત્કટ, ઉત્પડ, તૃણહાર– તૃણનો આહાર કરનાર કીડો, કાષ્ઠાહાર(ઘુણ), માલુક, પત્રાહાર, તૃણવૃન્તિક, પત્રવૃત્તિક, પુષ્પવૃન્તિક, ફલવૃત્તિક, બીજવૃત્તિક, તેદુરણ, મજ્જિક, ત્રપુષમિંજિક, કાર્પાસાસ્થિમિંજિક, હિલ્લિક, ઝિલ્લિક, ઝીંગરા–વાંદો, કિગિરિટ, બાહુક, સુભગ, સૌવસ્તિક, શુવૃત્ત, ઇન્દ્રિકાયિક, ઇન્દ્રગોપ, ઉરુલુંચક(તુરુતુમ્બક), કુસ્થલવાહક, યૂકા—જૂ, હાલાહલ, માંકડ, શતપાદિક(ગજાઈ), ગોમ્લી(ગોમ્મચી) અને હસ્તિશોંડ. આ પ્રકારના ત્રણ ઇન્દ્રિયવાળા જેટલા અન્ય જીવો છે, તે બધાને તેઇંદ્રિય સંસારસમાપન્ન જીવ જાણવા જોઈએ. તે સર્વ સંમૂર્છિમ અને નપુંસક છે.
તેઇન્દ્રિય જીવોના સંક્ષેપથી બે પ્રકાર છે, જેમકે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. પર્યાપ્ત અને અપર્યાપ્તક તેઇન્દ્રિય જીવોની આઠ લાખ જાતિ કુલકોટિ યોનિ છે, એ પ્રમાણે શ્રી ભગવંતે કહ્યું છે. આ તેઇન્દ્રિય સંસારસમાપન્ન જીવોની પ્રજ્ઞાપના પૂર્ણ થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં તેઇન્દ્રિય જીવોના ભેદ-પ્રભેદ અને તેની યોનિ સંખ્યાનું વર્ણન છે. તે જીવોને સ્પર્શેન્દ્રિય, જીàન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય આ ત્રણ ઇન્દ્રિય હોય છે. જેમકે કીડી, લીખ, જૂ, કાનખજૂરો, વાંદા, ઉધઈ, ઘુણ, કંથવા આદિ. સૂત્રોક્ત ઘણાં નામો અપ્રસિદ્ધ છે.