Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[
૬૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
નદી – તેનો અર્થ વૃત્તિકારે #fણયતિથી કર્યો છે. ગુજરાતીમાં તેને કણસલા કે કાનખજૂરો કહે છે. ચૌરેન્દ્રિય સંસારસમાપન જીવપ્રજ્ઞાપના :८७ से किं तं चउरिदियसंसारसमावण्ण-जीवपण्णवणा? चरिंदिय-संसारसमावण्णजीवपण्णवणा अणेगविहा पण्णत्ता, तं जहा
अंधिय णेत्तिय मच्छिय, मगमिगकीडे तहा पयंगे य ।
ढिकुण कुक्कुड कुक्कुह, णंदावत्ते य सिंगिरिडे ॥१११॥ किण्हपत्ता णीलपत्ता लोहियफ्ता हलिद्दपत्ता सुक्किलपत्ता चित्तपक्खा विचित्तपक्खा ओभंजलिया जलचारिया गंभीरा णीणिया तंतवा अच्छिरोडा अच्छिवेहा सारंगा णेउला दोला भमरा भरिली जरूला तोट्ठा विच्छुया पत्तविच्छुया छाणविच्छुया जलविच्छुया पियंगाला कणगा गोमयकीडगा, जेयावण्णे तहप्पगारा । सव्वेते सम्मुच्छिमा णपुंसगा।
ते समासओ दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । एतेसिणं एवमाइयाणं चउरिदियाणं पज्जत्ताअपज्जत्ताणं णव जाइकुलकोडिजोणिप्पमुहसयसहस्सा भवंतीति मक्खायं । से तं चउरिदियसंसारसमावण्ण-जीवपण्णवणा । ભાવાર્થ:- પ્રશ્ન- ચૌરેન્દ્રિય સંસારસમાપન જીવ પ્રજ્ઞાપનાના કેટલા પ્રકાર છે? ઉત્તર– ચૌરેન્દ્રિય સંસારસમાપન જીવ પ્રજ્ઞાપનાના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે
ગાથાર્થ– અધિક, નેત્રિક, માખી, મગમગકીડા(મચ્છર, કીડા અથવા ટીડ) પતંગિયા, ઢિંકણ કર્કટ, કુકૂહ, નન્દાવર્ત અને ઍગિરિટી ૧૧૧ .
કૃષ્ણપક્ષ, નિલપક્ષ, લોહિતપક્ષ, હારિદ્રપક્ષ, શુક્લપક્ષ, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ, અવભાંજલિક જલચારિક, ગંભીર, નીતિક, તત્તવ, અક્ષિરોટ, અક્ષિવેધ, સારંગ, નુપૂર, દોલા, ભ્રમર, ભરિલી, જલા તોટ્ટ, વીંછી, પત્રવૃશ્ચિક, ગોબરવૃશ્ચિક, જળવૃશ્ચિક, પ્રિયંગાલ, કનક અને ગોમયકીટ (છાણના કીડા) વગેરે, તથા આ પ્રકારના અન્ય જીવોને ચૌરેન્દ્રિય સંસારસમાપન જીવો જાણવા જોઈએ. આ બધા ચૌરેન્દ્રિય જીવો સંમૂર્છાિમ અને નપુંસક છે.
તેના બે પ્રકાર છે. યથા- પર્યાપ્ત અને અપર્યાપ્ત. તે પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોની નવ લાખ જાતિ-કુલકોટિ-યોનિપ્રમુખ હોય છે, એમ શ્રી તીર્થકર ભગવંતે કહ્યું છે. આ ચૌરેન્દ્રિય સંસાર સમાપન જીવ પ્રજ્ઞાપના પૂર્ણ થાય છે. વિવેચન :
આ સુત્રમાં ચૌરેન્દ્રિય જીવોની જાતિ-યોનિવગેરેનું નિરૂપણ છે. જે જીવોને સ્પર્શનેન્દ્રિય, જીલૅન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય; આ ચાર ઇન્દ્રિય હોય તેને ચૌરેન્દ્રિય કહે છે. યથા–માખી, મચ્છર, પતંગિયાં, આંખની મસિ, ચાર પ્રકારના વીંછી, ભમરો આદિ. જ્યાં પાંખ ત્યાં આંખ અવશ્ય હોય છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. બેઈદ્રિય, તેઈદ્રિય અને ચૌરેન્દ્રિય તે ત્રણ પ્રકારના જીવો વિકલેન્દ્રિયના નામે પ્રખ્યાત છે.