Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૧
દિ સહિ− આ ગાથા કેટલીક પ્રતોમાં મળે છે અને કેટલી પ્રતોમાં મળતી નથી. પ્રસ્તુતમાં તેની ઉપયોગિતા સમજાતાં મૂળપાઠમાં સ્વીકારવામાં આવી છે.
૪
વનસ્પતિકાયઃ ઉપસંહારઃ
८४ ते समासओ दुविहा पण्णता, तं जहा - पज्जत्तगा य अपज्जत्तगा य । तत्थ णं जे
अपज्जत्तगा ते णं असंपत्ता । तत्थ णं जे ते पज्जत्तगा तेसिं वण्णादेसेणं गंधादेसेणं रसादेसेणं फासादेसेणं सहस्सग्गसो विहाणाई, संखेज्जाई जोणिप्पमुहसयसहस्सा । पज्जत्तगणिस्साए अपज्जत्तगा वक्कमंति- जत्थ एगो तत्थ सिय संखेज्जा सिय असंखेज्जा सिय अणंता(वक्कमंति) । एएसि णं इमाओ गाहाओ अणुगंतव्वाओ । तं जहाकंदा य कंदमूला य, रुक्खमूला ति यावरे । गुच्छाय गुम्म वल्ली य, वेणुयाणि तणाणि य ॥१०८॥ पउमुप्पल संघाडे, हढे य सेवाल किण्हए पणए ।
अवए य कच्छभाणी, कंडुक्केक्कुणवीसइमे ॥ १०९॥ तय-छल्लि-पवालेसु य, पक्तपुप्फ-फलेसु य । मूलअग्ग-मज्झ-बीएसु, जोणी कस्स य कित्तिया ॥११०॥
से तं साहारण-सरीर-बादर-वणस्सइकाइया । से तं बादरवणस्सइकाइया । સે તું વળસાડ્યા । સે તું નિલિયા ।
ભાવાર્થ :- સર્વ વનસ્પતિકાયિક જીવોના સંક્ષેપથી બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેમાંથી જે અપર્યાપ્ત છે, તે અસંપ્રાત એટલે ચક્ષુ ગ્રાહ્ય કે ઇન્દ્રિય ગ્રાહ્ય નથી અને જે પર્યાપ્ત વનસ્પતિ છે, તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ હજારો પ્રકાર થાય છે. તેની સંખ્યાત લાખ યોનિ છે. પર્યાપ્ત જીવોના આશ્રયે અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે. જ્યાં એક અપર્યાપ્તક જીવ ઉત્પન્ન થાય છે ત્યાં નિયમથી કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે. અહીં શેષ- વિશેષ કથન ગાથાઓથી સમજવું જોઈએ. તે આ પ્રમાણે છે– ગાથાર્થ− (૧) કંદ(સૂરણ આદિ કંદ) (૨) કંદમૂળ (૩) વૃક્ષમૂળ(આ સાધારણ વનસ્પતિ વિશેષ છે.) (૪) ગુચ્છ (૫) ગુલ્મ (૬) વલ્લી (૭) વેણુ(વાંસ) (૮) તૃણ(અર્જુન આદિ લીલું ઘાસ.) II૧૦૮ll (૯) પદ્મ, (૧૦) ઉત્પલ, (૧૧) શ્રૃંગાટક(સિંઘોડા), (૧૨) હડ(જલજ વનસ્પતિ) (૧૩) શેવાળ (૧૪) કૃષ્ણક (૧૫) પનક (૧૬) અવક (૧૭) કચ્છ (૧૮) ભાણી અને (૧૯) કંદુક્ય(નામક સાધારણ વનસ્પતિ.) II ૧૦૯ II આ ઉપર્યુક્ત ઓગણીસ પ્રકારની વનસ્પતિઓની ત્વચા, છાલ, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, મૂળ અગ્ર, મધ્ય અને બીજ વગેરેની યોનિઓ પૃથક્પૃથક્ છે. કોઈકમાં સંખ્યાતા, કોઈકમાં અસંખ્યાતા અને કોઈકમાં અનંતજીવો રહે છે. II ૧૧૦ II
આ રીતે સાધારણ વનસ્પતિકાય અને બાદર વનસ્પતિકાયિકનું વર્ણન પણ સમાપ્ત થાય છે. તે જ રીતે વનસ્પતિ અને એકેન્દ્રિય સંસારસમાપન્ન જીવોની પ્રરૂપણા પૂર્ણ થાય છે.