Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
અનુબંધ ચતુષ્ટય:- વ્યાખ્યાકારોના કથાનુસાર પ્રસ્તુત બીજી અને ત્રીજી ગાથામાં અનુબંધ ચતુષ્ટયનું કથન છે. જેમ કે- પ્રવ્રુત્તિયોગવજ્ઞાનવિષયત્વનુવંધત્વ, વિષયાપારી ૨ સંવર પ્રયોગનમિતિ અનુવંય વાષ્ટકમ્ (૧) વિષય, (૨) અધિકારી, (૩) સંબંધ અને (૪) પ્રયોજનના કથનને અનુબંધ ચતુષ્ટય કહે છે. (૧) વિષય- શાસ્ત્રનો અભિધેય(કહેવા યોગ્ય) વિષય કૃતનિધિરૂપ જીવ-અજીવ દ્રવ્યના સર્વ ભાવોની પ્રરૂપણા છે. દ્વિતીય ગાથાગત પાવા (પ્રજ્ઞાપના) શબ્દ જ આ આગમના વિષયને સ્પષ્ટ કરે છે. पण्णवणा- प्रकर्षेण निःशेषकुतीर्थीतीर्थंकरासाध्येन यथावस्थित स्वरूप निरूपणलक्षणेन જ્ઞાથ શિષ્યવૃતાવારોને નીવાનીવાવ પવાથ અનતિ પ્રજ્ઞાપના | સમસ્ત કુતીર્થિકોના પ્રવર્તકો જેની પ્રરૂપણા કરવામાં અસમર્થ છે, તેવું વસ્તુ-સ્વરૂપનું પ્રકર્ષપણે યથાર્થ નિરૂપણ કરવું, જીવાજીવાદિ પદાર્થોના સ્વરૂપને શિષ્યની બુદ્ધિમાં આરોપિત કરવા, તેને સ્પષ્ટ રીતે સમજાઈ જાય તે રીતે કથન કરવું, તેને પ્રજ્ઞાપના કહે છે. (૨) અધિકારી- જેને સર્વજ્ઞના વચનો પ્રતિ શ્રદ્ધા હોય, શાસ્ત્રજ્ઞાનમાં રુચિ હોય, શાસ્ત્રજ્ઞાન દ્વારા અપૂર્વ આનંદાનુભૂતિ થતી હોય, તેવા મહાવ્રતી કે અણુવ્રતી, સમ્યગુદષ્ટિ સંપન સાધકો આ આગમ જ્ઞાનના અધિકારી છે. તેમજ મધ્યસ્થી વૃદ્ધિમાનાર્થી શ્રોતા પાત્રમતિ મૃત: | મધ્યસ્થ, બુદ્ધિમાન અને તત્ત્વજ્ઞાનાર્થી સાધક તેના પાત્ર છે. (૩) સંબધ– આગમવચન અને આગમ વચ્ચે કાર્ય-કારણ સંબંધ છે. શાસ્ત્રના વચનો જ્ઞાન પ્રાપ્તિનું કારણ છે અને તેનાથી પ્રાપ્ત થતું જ્ઞાન કાર્ય છે. (૪) પ્રયોજન પ્રસ્તુત શાસ્ત્રના બે પ્રયોજન છે. અનંતર પ્રયોજન અને પરસ્પર પ્રયોજન. આ બંને પ્રયોજન પણ બે-બે પ્રકારના છે– (૧) શાસ્ત્રકર્તાનું પ્રયોજન અને (૨) શ્રોતાનું પ્રયોજન.
(૧) પ્રાણીઓ પર અનુગ્રહ કરવો તે શાસ્ત્રકર્તાનું અનંતર પ્રયોજન છે. શાસ્ત્રના મૂળભૂત કર્તા, અર્થરૂપ આગમના ઉપદેષ્ટા તીર્થકર ભગવાન છે, તેઓને કોઈપણ પ્રયોજન શેષ નથી, તેમ છતાં તીર્થકર નામ કર્મની પ્રકૃતિના વેદન માટે તેઓ ઉપદેશ આપે છે. શ્રી આવશ્યક સૂત્રમાં પ્રશ્ન છે કે તે ૨ વાઈ વેમ્બરૂ ? જિનનામકર્મનું વેદન કેવી રીતે થાય છે ? તેના ઉત્તરમાં કહ્યું છે કે તાણ થમસTI | અગ્લાનભાવે ધર્મોપદેશ આપવાથી જિનનામકર્મનું વેદના થાય છે. શાસ્ત્રકર્તાનું પરંપર પ્રયોજન મોક્ષપ્રાપ્તિ છે. (૨) શાસ્ત્રના અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવું, તે શ્રોતાઓનું અનંતર(સાક્ષાતુ) પ્રયોજન છે અને મોક્ષ પ્રાપ્તિ, તે પરંપર પ્રયોજન છે. વવગરમ૨ણમ:- જરા-મૃત્યુ અને ભયથી સદાને માટે મુક્ત. આ વિશેષણ સિદ્ધ ભગવાનનું છે. જરા એટલે વૃદ્ધાવસ્થા, મરણ = પ્રાણત્યાગ, ભય = ઈહલોકભય, પરલોકમય આદિ સાત પ્રકારના ભય. સિદ્ધ ભગવાન આ ત્રણેયથી સર્વથા રહિત થઈ ગયા છે. सिद्धे :- ध्मातं सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृत्तिसौधमूर्ध्नि ।
ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो, यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे ॥१॥
આ ગાથામાં વૃત્તિકારે સિદ્ધનું સ્વરૂપ છ પ્રકારની વ્યુત્પત્તિથી સમજાવ્યું છે– (૧) સિતં- જેઓએ કર્મરૂપી ઈધનને શુક્લધ્યાનરૂપી અગ્નિ વડે બાળી નાખ્યા છે, (૨) જેઓ મુક્તિરૂપી પ્રાસાદના અગ્રભાગે બિરાજમાન છે, (૩) જેઓ પોતાના નિર્મળ અનંત આત્મગુણોથી પ્રસિદ્ધ છે, (૪) જેઓએ ધર્મશાસન