Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રથમ પદ: પરિચય .
પ્રથમ પદ
પરિચય # & ક ક ક ક ક ક ક ક ક # # # # ક ા
આ પ્રથમ પદનું નામ પ્રજ્ઞાપનાપદ છે. તેમાં વિશ્વના મુખ્ય બે દ્રવ્ય-જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્યની પ્રજ્ઞાપનાનું પ્રતિપાદન છે.
પ્રજ્ઞાપના- ખર્ષણ જ્ઞાપના-અપણા રૂતિ પ્રજ્ઞાપના | પ્રકર્ષ રૂપથી અર્થાત્ વિવિધ ભેદ-પ્રભેદ દ્વારા જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્યનું કથન કરવું, તેને પ્રજ્ઞાપના કહે છે. આ પદમાં જીવપ્રજ્ઞાપના કરતાં અજીવ પ્રજ્ઞાપનાનું વક્તવ્ય અલ્પ હોવાથી તેનું કથન પ્રથમ કરવામાં આવ્યું છે અને અજીવ પ્રજ્ઞાપનામાં રૂપી અજીવ પ્રજ્ઞાપના કરતાં અરૂપી અજીવ પ્રજ્ઞાપનાનું કથન અલ્પ હોવાથી તેનું વર્ણન પ્રથમ કરવામાં આવ્યું છે.
અજીવ દ્રવ્યજે જીવ નથી, જેમાં ચૈતન્ય લક્ષણ નથી, તેવા જડ દ્રવ્યને અજીવ કહે છે. તેના બે ભેદ છે– અરૂપી અજીવ અને રૂપી અજીવ.
અરૂપી અજીવ દ્રવ્ય- વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત હોય, તે અરૂપી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને અદ્ધાસમય એટલે કાલ, તે ચાર અરૂપી અજીવ છે. તેમાંથી ધર્માસ્તિકાય દ્રવ્ય, જીવ અને પુદ્ગલ દ્રવ્યની ગતિમાં સહાયક બને છે. અધર્માસ્તિકાય દ્રવ્ય, જીવ અને પુદ્ગલ દ્રવ્યની સ્થિતિમાં સહાયક બને છે. આકાશાસ્તિકાય દ્રવ્ય, પ્રત્યેક દ્રવ્યોને અવગાહના પ્રદાન કરે છે, તે સર્વ દ્રવ્યના આધારરૂપ છે. અદ્ધાસમય-કાલ, પ્રત્યેક દ્રવ્ય પર વર્તી રહ્યો છે, તે પર્યાય પરિણમનમાં સહાયક બને છે.
આ ચારે દ્રવ્ય અરૂપી અજીવ છે. તે પોતાના વિશિષ્ટ સ્વભાવથી સ્વરૂપમાં જ સ્થિર રહે છે, તેમ છતાં જીવાદિની ગતિ આદિ ક્રિયામાં સહાયક બને છે, તેથી તેનું જ્ઞાન આવશ્યક છે.
રૂપી અજીવ દ્રવ્ય- જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન હોય તે રૂપી કહેવાય છે. એક પુલાસ્તિકાય જ રૂપી અજીવ દ્રવ્ય છે; સંઘટન અને વિઘટન એટલે કે ભેગા થવું અને વિખેરાઈ જવું, તે તેનો સ્વભાવ છે. જીવોના શરીર, કર્મ, મન, વચન આદિ પૌગલિક છે. જીવને સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મ પણ પુદ્ગલ દ્રવ્ય જ છે. આ લોકમાં જે કાંઈ દષ્ટિગોચર થાય છે, તે સર્વ પુગલ દ્રવ્ય જ છે કારણ કે એક પુગલ દ્રવ્ય જ રૂપી છે. વર્ણાદિની અપેક્ષાએ તેના અનેક ભેદ-પ્રભેદ થાય છે.
જીવ દ્રવ્ય- ચૈતન્ય લક્ષણ; જ્ઞાન, દર્શન ગુણથી યુક્ત; સુખ-દુઃખનો અનુભવ કરનાર દ્રવ્યને જીવ દ્રવ્ય કહે છે. જીવ દ્રવ્યનો કર્મરૂપ અજીવ દ્રવ્ય સાથે અનાદિકાલીન સંબંધ છે. તેનાથી જ તેનું ચાર ગતિરૂપ સંસાર ભ્રમણ થઈ રહ્યું છે. જીવ કર્મરૂપી પરપુદ્ગલ દ્રવ્યના સંગથી જ્યારે મુક્ત થાય છે ત્યારે તેનું પરિભ્રમણ પણ અટકી જાય છે. આ રીતે જીવોના મુખ્ય બે પ્રકાર છે– (૧) કર્મરહિત જીવો– સિદ્ધ જીવો (૨) કર્મ સહિત જીવો- સંસારી જીવો.
સિદ્ધજીવો- સંસારભ્રમણથી મુક્ત થયેલા, કર્મ રહિત જીવોને સિદ્ધ કહે છે, સૂત્રકારે તેના માટે