Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Th( 5.
ઉપયોગને ફરમાન કર્યું કે મારી સખી ચેતના દેવી પાસે મને લઈ જાઓ. મારે તેમની પાસે રહીને ત્રિલોક દર્શન કરવું છે. શ્રુતજ્ઞાનામૃતનું ભોજન કરી હું કિંચિત્ માત્ર શ્રુતજ્ઞા બની છું, હવે મારે દર્શનજ્ઞા બનવું છે. તેના ફરમાનને માથે ચઢાવી દર્શન ઉપયોગ તેમને વિરતિના વિમાનમાં બેસાડી બહેન ચેતના પાસે લઈ આવ્યો. ઘણા દિવસે શ્રુતજ્ઞાચક્ષુસાદેવીને જોઈ ચેતના બહેન આલ્હાદ ભાવે તેને ભેટી પડ્યા. ક્ષેમકુશળ પૂછ્યા. સંકલ્પની દુનિયામાં વિકલ્પની બજારમાં તેજી મંદી કેવી ચાલી રહી છે, તે પૂછી લઈને કયા પ્રયોજને આપશ્રી મારા પ્રાંગણમાં પધાર્યા છો? તે જાણવા તત્પરતા દર્શાવી.
પ્રશાંત ભાવમાં રમતા શ્રુતજ્ઞા ચક્ષુસાદેવી બોલ્યા- બહેન ! વિકલ્પોની વણજારનો વળગાડ તો હંમેશનો છે, તેમાંથી મુક્ત બની તમારા સહારે ત્રિલોક દર્શનનો અભ્યાસ કરવાનો સંકલ્પ કરીને આવી છું. તેનું ચિત્ર ચિત્તમાં વસાવીને હું મને ઓળખી શકું અને પરાશ્રયી ભાવ છોડી સ્વાશ્રયી બને તે માટે તારી પાસે આવી છું. ચેતના બહેન, ચક્ષુસા દેવીની ભાવ ભરેલી પ્રયોજનવાળી વાત સાંભળીને આનંદિત થયા. તેમણે કહ્યું- અલિ સખી ! જો તારે ત્રિલોક દર્શન કરવું જ હોય તો આપણે બંનેએ અભિગમ નગરમાં જવું જોઈએ. ત્યાં વસતા લોકોને જાણવાનું જોવા જોઈએ. પ્રમાદ છોડી દર્શનાવરણીય કર્મ તથા દર્શનમોહને મોડી જાગૃતિપૂર્વક નિર્મળ નેત્ર વિકસાવવા જોઈએ. તારી જિજ્ઞાસા તીવ્ર છે એમ જાણી હું તો તારી સાથે ચાલવા તૈયાર જ છું. તને વ્યવસ્થિત અભ્યાસ કરાવી દઈશ. લગભગ નવસો પાનાના આ ગ્રંથની મૂળ માહિતી કરાવી દઈશ પછી સહેલાઈથી તું સ્વાશ્રયી બની જઈશ. તેની કિંમત છે લાખેણી પળ. પુરુષાર્થ તારો, માર્ગદર્શન મારું. ચાલો ત્યારે...બંને સખી ખૂબ ઓતપ્રોત બની તૈયાર થઈ ગઈ અને દર્શન ઉપયોગને કહ્યું- “વિરતિના વિમાનમાં ઉશ્યન કરાવી લઈ જા અમને અભિગમ નગરમાં'. આજ્ઞા પ્રમાણે ઉડ્ડયન કરાવી ઉપયોગ લઈ આવ્યો અભિગમનગરમાં, મૂળ દ્વારનાં તોરણે સ્થવિર ભગવંતો દ્વારા લખાયેલા નમસ્કાર મહામંત્રને ચક્ષુસાદેવીએ ફટાફટ વાંચી લીધો, પ્રણામ કર્યા. બાજુમાં બોર્ડ લાગેલું હતું અભિગમ નગરનું. બંને સખી નીચે ઉતરી વિમાનમાંથી અને ઉપયોગ રૂપ પાયલોટ પણ ઉતર્યો, તે તો એક સ્થાને સ્થાયી થઈ ગયો.
શ્રુતજ્ઞા ચક્ષુસાદેવીને ચેતના બહેન કહેવા લાગ્યા જો સખી.. તને શું દેખાય છે? ચક્ષુસાદેવી બોલ્યા, રંગબેરંગી આંદોલન, દોડતું આંદોલન, એકબીજામાં સમાહિત થતું આંદોલન, આકારિત થતું આંદોલન, વિખેરાતું આંદોલન, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી પરિણત થતું આંદોલન, પણ આ કોણ કરતું હશે? કોના આધારે, કોના સહારે થતું હશે? તે કરનાર તો દષ્ટિગોચર થતો નથી, અગમ અગોચર એવું કયું તત્ત્વ હશે કે આ રમતુંધૂમતું ફરતું આંદોલન કેવી રીતે મચાવતું હશે ? તે હે સખી ! તું મને સમજાવ.
ચેતના બોલી- જો, ચક્ષુસાદેવી..આ નગરીના બે રાજા છે- જીવરાજ