Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રતિપાદન કર્યું છે. તે વર્તમાન સમાજને માટે નોંધનીય છે.
મૃષાવાદના વર્ણનમાં શાસ્ત્રકારે ભિન્ન ભિન્નદાર્શનિકોની મિથ્યા પ્રરૂપણાને મૃષાવાદરૂપે કહી છે. અદત્તાદાનના વર્ણનમાં ટીકાના આધારે અદત્ત -ચોરીના ચાર પ્રકારનું કથન કર્યું છે.
અબ્રહ્મચર્ય આશ્રવમાં સૂત્રકારે વિષયવાસનાની પૂર્તિ માટે થયેલા મહાયુધ્ધોનો સંકેત કર્યો છે. પ્રસ્તુત સંસ્કરણના પરિશિષ્ટમાં જેના નિમિત્તે યુદ્ધો થયા છે તેવી તે કન્યાઓના ચરિત્રો સંક્ષેપમાં આપ્યા છે.
તે જ રીતે પાંચ સંવરદ્વારમાં પણ સમુચિત સ્પષ્ટતા કરી છે.
આ શાસ્ત્રની કેટલીક પ્રતોમાં ચોથા બ્રહ્મચર્ય સંવરદ્વાર અને પાંચમા અપરિગ્રહ સંવરકારની પાંચ ભાવનાના પ્રકરણોમાં તથા શ્રમણો માટે ખાદ્યસામગ્રીનો સંચય ન કરવાના પ્રસંગમાં દારૂમાં સૂચક શબ્દોનો પ્રયોગ જોવા મળે છે પરંતુ વિચાર કરતાં અહિંસા પ્રધાન જૈન શ્રમણોને માટે આ શબ્દોનો પ્રયોગ યશાસંગત જણાતો નથી.
પૂ. શ્રી ઘાસીલાલજી મ.સા.ના પ્રશ્નવ્યાકરણસૂત્રના મૂળપાઠમાં આવા અકલ્પનીય શબ્દોનો ઉલ્લેખ નથી તેમ જ અન્ય અનેક પ્રતોમાં પણ આવો પાઠ નથી. પ્રસ્તુત સંસ્કરણમાં પણ દારૂ-માંસ પરક શબ્દોનું ગ્રહણ કર્યું નથી.
શાસ્ત્રોના કઠિન શબ્દો અકારાદિના ક્રમાનુસાર આપી તેના શબ્દાર્થનું પરિશિષ્ટ બનાવ્યું છે. જે મૂળપાઠને સમજવામાં ઉપયોગી થાય છે.
આ રીતે શાસ્ત્રના ભાવોને યથાર્થ રીતે સમજીને પાઠકો સમક્ષ પ્રગટ કરવાનો પુરુષાર્થ કર્યો છે.
અનંત ઉપકારી તપસમ્રાટ ગુરુદેવની અસીમ કૃપાએ, આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા.ના માર્ગદર્શને, પ્રધાન સંપાદિકા ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ.ના. પાવન સાનિધ્યે તથા સંપાદકનકાર્યના સાવંત સાક્ષી, મૂકસેવાભાવી ગુરુણીશ્રી પૂ. વીરમતીબાઈ મ.ના. સંપૂર્ણ સહયોગ શાસનસેવાના આ મહત્તમ કાર્યમાં અમે સફળતા પ્રાપ્ત કરી શકયા છીએ, તેવી પળે પળે પ્રતીતિ થતાં તેઓશ્રીના પાવન ચરણોમાં તન-મન અને સમગ્ર જીવન ઝૂકી જાય છે. ગુરુકૂલવાસી પૂ. બિંદુબાઈ
O
28 )
28
199)
જLT