Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રુતસ્કંધ–૧/અધ્યયન–૨
૫૯
અત્યંત દઢ કર્મબંધનોથી પોતાના આત્માને વેષ્ટિત–બદ્ધ કરે છે.
વિવેચન :
શાસ્ત્રકાર અસત્યની વ્યાપકતાનું દિગ્દર્શન કરાવે છે, મનુષ્ય કઈ રીતે અને કેવા કારણોથી અસત્ય ભાષણ કરે છે તેનું સ્પષ્ટીકરણ કરીને મનુષ્યની દૂષિત ચિત્તવૃત્તિને પ્રગટ કરી છે. ઈર્ષાને વશ થઈને અન્ય પર અસત્ય દોષારોપણ કરે છે અને ક્ષણિક આનંદ માણે છે. તેની તે વૃત્તિ અને પ્રવૃત્તિ તેને ઘોર કર્મબંધન કરાવે છે.
લોભજન્ય અનર્થકારી અસત્ય :
९ णिक्खेवे अवहरति परस्स अत्थम्मि गढियगिद्धा अभिजुंजंति य परं असंतएहिं । लुद्धा य करेंति कूडसक्खित्तणं असच्चा अत्थालियं च कण्णालियं च भोमालियं च तह गवालियं च गरुयं भणंति अहरगइगमणं । अण्णं पिय जाइरू व कुल सीलपच्चयं मायाणिउणं चवलपिसुणं परमट्ठभेयगमसंतगं विद्देसमणत्थकारगं पावकम्ममूलं दुद्दिद्वं दुस्सुयं अमुणियं णिल्लज्जं लोयगरहणिज्जं वहबंधपरिकिलेसबहुलं जरामरणदुक्खसोयणिम्मं असुद्धपरिणामसंकिलिट्टं भणंति ।
ભાવાર્થ :- પરાયા ધનમાં અત્યંત આસક્ત તે(મૃષાવાદી–લોભી) નિક્ષેપ(ધરોહર) થાપણને પચાવી લે છે તથા બીજાને એવા દોષોથી દૂષિત કરે છે, જે દોષ તેનામાં વિધમાન નથી. ધનના લોભી જૂઠી સાક્ષી આપે છે. તે અસત્યભાષી ધનને માટે, કન્યાને માટે, ભૂમિને માટે તથા ગાય—બળદ આદિ પશુઓને માટે અધોગતિમાં લઈ જનાર અસત્યભાષણ કરે છે. તે સિવાય તે મૃષાવાદી જાતિ, રૂપ, કુળ અને શીલના વિષયમાં અસત્ય ભાષણ કરે છે. માયામાં કુશળ, બીજાના અસદ્ગુણોનું પ્રકાશન કરનાર, સદ્ગુણોના વિનાશક, પુણ્ય–પાપના સ્વરૂપથી અજાણ, અસત્ય આચરણ પરાયણ લોકો અન્યાન્ય પ્રકારે પણ અસત્ય બોલે છે. તે માયાના કારણે ગુણહીન છે, ચપળતાથી યુક્ત છે, પૈશુન્યથી પરિપૂર્ણ છે, પરમાર્થને નષ્ટ કરનાર છે. અસત્ય અર્થવાળા અથવા સત્યથી હીન, દ્વેષમય, અપ્રિય, અનર્થકારી પાપકર્મોનું મૂળ મિથ્યાદર્શનથી યુક્ત છે. તે સમ્યગ્ અનુભવથી રહિત, સમ્યગ્નાનથી શૂન્ય, વિચારહીન, લાહીન, લોકગર્હિત, વધ, બંધન આદિ રૂપ ક્લેશોથી પરિપૂર્ણ, જરા, મૃત્યુ, દુઃખ અને શોકના કારણ રૂપ છે. અશુદ્ધ પરિણામોને કારણે સંકલેશથી યુક્ત છે.
વિવેચન :
શાસ્ત્રકાર અસત્ય ભાષણના કારણોના કથન સાથે ક્રમશઃ તેના દુષ્પરિણામને પ્રગટ કરે છે. ધનના લોભી ધનને માટે, ભૂમિને માટે, કન્યાને માટે, ગોધન માટે અસત્ય ભાષણ કરે છે, તેના